લોગવિચાર :
બાંગ્લાદેશમાં બળવા પછી ભારત નાસી આવેલા દેશના પુર્વ વડાપ્રધાન શેખ હસીનાના નિવેદનોએ ભારત-બાંગ્લાદેશ વચ્ચે તનાવ વધાર્યા છે. એક તરફ આ દેશમાં હિન્દુઓ પર થતા હુમલામાં કોઈ ઘટાડો થયો નથી અને વિદેશ સચીવ વિક્રમ મિસરી હાલ આ દેશના પ્રવાસે છે.
તેઓએ આ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની સાથે કરી હતી. જેમાં હિન્દુઓ પર હુમલા અંગે મુખ્ય વાતચીત થઈ હતી તે સમયે મોહમ્મદ યુનુસે ભારતમાં શરણ લઈ રહેલા પુર્વ વડાપ્રધાન શેખ હસીનાના એક બાદ એક આવી રહેલા વિધાનોનો મુદો ઉઠાવતા કહ્યું કે, તમો બન્ને દેશો વચ્ચે તનાવ સર્જી રહ્યા છે.
બન્ને વચ્ચે લગભગ 40 મીનીટ સુધી વાતચીત થઈ જેમાં મુખ્યત્વે આ દેશમાં હિન્દુઓ પર થતા હુમલા સામે ભારતે ચિંતા વ્યક્ત કરી હિન્દુઓ અને મંદિરો તથા હિન્દુઓની મિલ્કતો-વ્યાપાર જોવા વિ.ની સુરક્ષાની ખાતરી માંગી હતી. જેના જવાબમાં મોહમ્મદ યુનુસે તેમની સરકાર સંભવ દરેક પગલા લઈ રહી હોવાનો દાવો કર્યો હતો તથા ભારત સાથે સારા સંબંધોની આશા રાખી હતી.