અમેરિકામાં જુનટીન્થ ફેસ્ટિવલમાં ગોળીબાર, 15 ઘાયલ: ત્રણના મોત

લોગ વિચાર :

અહીંના ઓકલેન્ડમાં જૂનટીન્થ ઉત્સવ દરમ્યાન ફાયરીંગ થતા 15 લોકો ઘાયલ થયા હતા અને ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા હતા. અમેરિકાનું ગન કલ્ચર તેને જ નડી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર ઓકલેન્ડમાં જૂનટીન્થ ઉત્સવ (Juneteenth-festival) દરમિયાન ફાયરીંગની ઘટના બની હતી. જેમાં 15 લોકો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા.

જયારે ત્રણ લોકોના મૃત્યુ નિપજયા હતા. હુમલાખોરોએ ભીડ પર ગોળી ચલાવી હતી, આ ગોળીબારીમાં બે બાળકો પણ ઘાયલ થયા હતા. જૂનટીન્થ ઉત્સવ દરમિયાન ગોળીબારની ઘટના અગાઉ ટેકસાસમાં બની હતી.

જેમાં બે સમૂહો આપસમાં લડી પડયા હતા. આ કિસ્સામાં પણ કોઈએ ફાયરીંગ કર્યું હતું. ગોળીબારીની આ ઘટના બાદ ફરી એકવાર અમેરિકાના ગન કલ્ચર પર ચર્ચા છેડાઈ શકે છે.