શ્રાવણીયો જુગાર રાજકોટ પંથકમાં જામ્યો : 12 સ્થળે દરોડામાં 5 મહીલા સહિત 61 ઝડપાયા, 2 ફરાર

લોગ વિચાર :

રાજકોટ જિલ્લાના પંથકમાં જુગારના હાટડા માંડીને બેઠેલા જુગારીઓને ભરી પીવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. પોલીસે 12 જગ્યાએ દરોડો પાડી પાંચ મહિલા સહિત 61જુગારીઓને દબોચી લીધા હતા. જ્યારે બે ની શોધખોળ હાથ ધરી છે. પોલીસે 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહિ હાથ ધરી છે.

પ્રથમ દરોડાની વિગત મુજબ ઉપલેટા પોલીસે બાતમીનાં આધારે તણસવા ગામે પ્લોટ વિસ્તારમા રહેતા દેવશી  દેવાણંદભાઈ પીઠીયાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતાં કરશન ભોજાભાઇ ડાંગર, પાલા સુદાભાઇ રૈગા, હરેશ સાદુળભાઇ ડાંગર, વિનોદ લાખાભાઇ ભોજીયાને દબોચી લીધા હતા. જ્યારે દેવશી દેવાણંદ પીઠીયા, રમેશ હરસુરભાઇ જળુ નાસી જતાં તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે રોકડ રૂ.64350તેમજ ચાર મોબાઈલ ફોન સહિત રૂ.79850 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ ઉપરાંત ઉપલેટા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઉપલેટા જુના પોરબંદર રોડ રામનગર સોસાયટીની શેરીમાં જાહેરમાં જુગાર રમતા હરેશ કરશનભાઇ કલારીયા, કિશોર પોલાભાઈ સોલંકી, મનીષ વિઠ્ઠલભાઇ વરાણીયા, મુકેશ રાયદેભાઇ કનેજા, રોહીત ગોવિંદભાઈ વડેજા,  સુરેશ દાનાભાઈ ચૌહાણને દબોચી લઈ રોકડ રૂ.11370 કબ્જે કર્યા હતા.

ત્રીજા દરોડાની વિગત મુજબ પાટણવાવ પોલીસે બાતમીનાં આધારે ભાદાજાળીયા ગામની સીમમાંથી જુગાર રમતા દુદા પુનાભાઈ ગરેરા, હિતેષ કરશનભાઈ ડાકી, સાગર પ્રભુભાઈ પાનસરા,  રમેશ ઉર્ફે સંજય શંકરભાઈ હાંડા,હરેશ સામતભાઈ વાસણને પકડી પાડી રૂ.18880નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ ઉપરાંત પાટણવાવ પોલીસે લાઠ ગામમાંથી પત્તા ટિંચતા અમૃત ખીમજીભાઈ રાઠોડ, વિરલ ઉર્ફે મઘો સુભાષભાઇ સોલંકી, રામ સુખાભાઇ કોઠીવાર,  રવજી રસીકભાઇ રાઠોડ, ચીમન તેજાભાઇ પરમાર ને પકડી પાડી રોકડ રૂ.4130 કબ્જે કર્યા હતા.

પાટણવાવ પોલીસે વધુ એક દરોડો પાડી ભાડેર ગામમાંથી જુગાર રમતાં નરેન્દ્રસિંહ ઉર્ફે લાલો હરૂભા વાઘેલા, વિરભદ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા, રામજી લવજીભાઈ ડાભી, ભુપત ભચુભાઈ ડાભી, મહેશ ધીરૂભાઈ ડાભી, બાવનજી ભાગાભાઈ ડાભી, ચંદ્રસિંહ પ્રવિણભાઇ જાડેજાને દબોચી લઈ રોકડ રૂ.2530 જપ્ત કર્યા હતા.

છઠા દરોડાની વિગત મુજબ પડધરી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે રસીક થોભણભાઇ ભોરણીયા (રહે.રાજકોટ) પોતાની મોવૈયા ગામની સીમમાં આવેલ વાડીએ મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીનાં આધારે દરોડો પાડી જુગાર રમતાં રસીક થોભણભાઇ ભોરણીયા, અનીલ ધનજીભાઇ રંગપરીયા, કિશન વંસતભાઇ ભોરણીયા, રજનીકાત મગનભાઇ ઘેટીયા, સાવન હરેશભાઇ ચાંપાણી, રાજ ચમનભાઇ ભોરણીયા, પ્રીતેશ બાબુભાઇ ભોરણીયા, કુણાલ કરશનભાઇ બુટાણીને દબોચી લઈ રોકડ રૂ.56150 સહિત 8 મોબાઈલ અને બે વાહન જપ્ત કરી રૂ.514150 નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સાતમા દરોડાની વિગત મુજબ લોધીકા પોલીસે ચીભડાં ગામમાંથી જાહેરમાં જુગાર રમતા દામજી હીરાભાઇ વાઘેલા, દિલીપ દેવજીભાઇ દાફડા, ભાવેશ દામજીભાઇ વાઘેલા, સંગીતાબેન ગોબરભાઇ પુરણીયાને પકડી પાડી રોકડ રૂ.5300 કબ્જે કર્યા હતા.

આઠમા દરોડાની વિગત મુજબ જેતપુર ઉદ્યોગ નગર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન જેતપુરમાં અવધેશ સ્કૂલ વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતાં ભુપત સીદીભાઇ ધોળકીયા, નીકુલ મુમાભાઇ અખીયાણી, ભાવેશ રમેશભાઇ ગોવાણી ને પકડી પાડી રોકડ રૂ.5250 જપ્ત કર્યા હતા.

નવમા દરોડાની વિગત મુજબ જેતપુર સીટી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન જેતપુરના ભોજાધાર મહાકાળી ચોક પાસે જાહેરમાં જુગાર રમતા મનિષ ઘોહાભાઈ ભાલીયા, પ્રીન્સ સુરેશભાઇ જેઠવા, નિમુબેન કેશુભાઈ ભેડા, કુસુમબેન કાન્તીભાઈ સિહોરા, મનિષાબેન રોહીતભાઈ ભેડા, અસ્મિતાબેન રોહીતભાઈ બાવાજીને પકડી પાડી પોલીસે રોકડ રૂ.10860 કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત જેતપુર સિટી પોલીસે અમરનગર રોડ, નવરંગ બંગલા પાછળ શુકન એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમતા પ્રકાશ મહેશભાઈ પાંભર, ભાવિન મુકેશભાઈ પીઠવા,હાર્દિક ભીમજીભાઈ પાંભરને પકડી પાડી પોલીસે ત્રણ મોબાઈલ સહિત રૂ.60230 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વધુ એક દરોડાની વિગત મુજબ જામકંડોરણા પોલીસે આંચવડ ગામમાંથી પિન્ટુ બાબુભાઇ કટારીયા,પ્રકાશ જીવાભાઇ કટારીયા,સિધ્ધાર્થ રસીકભાઇ કટારીયાને પકડી પાડી રોકડ રૂ.5410 જપ્ત કર્યા હતા.

બારમાં દરોડાની વિગત મુજબ ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ગોમટા ગામની સિમમાંથી જુગર રમતાં કિશોર મોહનભાઈ માંકડીયા, નીતીન હંસરાજભાઇ કાલરીયા, ચંદુ હરીભાઇ ભાલોડીયા, મશરુ ઉરફે લાલો ઘુસાભાઈ ચાવડીયા, દીનેશ મનસુખભાઈ આસોડીયા, જેહા ભાણાભાઈ ભીલ, કાળુ ઉર્ફે કાળીયા દલસીંગભાઇ હટીલાને પકડી પાડી રોકડ રૂ.14230 કબ્જે કર્યા હતા.