લોગ વિચાર :
ધુમ્રપાન અને ટ્રાફીકનો ધૂમાડો માત્ર ફેફસા માટે જ ખતરનાક નથી બલકે તે હૃદયને પણ નુકશાનકારક છે.પરિસ્થિતિ હાર્ટફેઈલ સુધી પહોંચી રહી છે. આ તથ્ય જીએસવીએમ મેડીકલ કોલેજનાં સંશોધનમાં પ્રમાણિત થયુ છે.
ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડિઝાઝ (સીઓપીડી)ના દર્દીઓના ફેફસાની સાથે સાથે હૃદય પણ ખરાબ હાલતમાં મળ્યુ છે. મેડીસીન વિભાગનાં પ્રોફેસર ડો.એસ.કે. ગૌતમની દેખરેખમાં સીઓપીડીના 100 દર્દીઓ પર સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યુ હતું કે સીઓપીડી દર્દીઓમાંથી કોઈએ ઈકો કાર્ડિયોગ્રાફી નહોતી કરાવી. આ લાપરવાહી તેમના માટે મોંઘી સાબિત થઈ હતી.
ગંભીર બીમાર 70 દર્દીઓનું હૃદય 76 ટકા ઓછુ કામ કરી રહ્યું હતું. ઓછા ગંભીર 30 દર્દીઓનું હૃદય 50 ટકા સુધી કામ કરતું જોવા મળ્યું. જીએસવીએમ મેડીકલ કોલેજનાં મુખ્ય સંશોધક ડો.એસ.કે.ગૌતમે જણાવ્યું હતું કે, સીઓપીડી દર્દીઓએ સમયાંતરે હૃદયનું અલ્ટ્રા સાઉન્ડ કરાવવુ ખૂબ જ જરૂરી છે. કેટલાંય કેસમાં સ્થિતિ હાર્ટફેલ જેવી બની જાય છે.