લોગ વિચાર :
અત્યાર સુધીના અભ્યાસોમાં જાણવા મળ્યું હતું કે, સિગરેટ પીવાથી વ્યક્તિની વય 11 મીનીટ ઘટી જાય છે પણ નવા અભ્યાસમાં આ આંકડો લગભગ 10 ગણો થઈ ગયો. જે અનુસાર માત્ર એક સિગરેટ વ્યક્તિના જીવનથી લગભગ 20 મિનિટ ઘટાડી શકે છે.
આ અભ્યાસ યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ કર્યું છે. ધુમ્રપાનમાં જયાં પુરુષોની વય 17 મીનીટ ઓછી ઘટી રહી છે, જયારે મહિલાઓમાં આ આંકડો 22 મીનીટ જોવા મળ્યો હતો.
સંશોધનમાં એ પણ જાણવા મળ્યું હતું કે, જો લોકો એક વર્ષ સુધી સિગરેટ ન પીએ તો જીવનના 50 દિવસ બચાવે છે. અધ્યયનમાં બ્રિટીશ ડોકટર્સ સ્ટડીના નવા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં 1999થી 2019 દરમિયાનના બે લાખથી વધુ ધુમ્રપાન કરનાર યુવા અને વયસ્કોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી હતી.
13 લાખથી વધુ ધૂમાડાથી પીડિત: દુનિયાભરમાં ધુમ્રપાનને બીમારી, વિકલાંગતા અને સમય પહેલા મૃત્યુ માટે મુખ્ય કારક માનવામાં આવ્યું છે. દર વર્ષે 80 લાખથી વધુ લોકોના મોત તમાકુ સેવનથી થાય છે. તેમાં 13 લાખ લોકોના મોત ધુમ્રપાનથી થાય છે.