19મી જૂને સોનાક્ષી-ઝહીરની સંગીત સંધ્યા યોજાશે

લોગ વિચાર :

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને સતત સમાચારો આવી રહ્યા છે. મીડીયા રિપોર્ટસ અનુસાર, તેમના લગ્ન 23 જુને મુંબઈમાં થશે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ લગ્નની ઉજવણી 19મી જૂનથી જ શરૂ થશે.

રિપોર્ટસ અનુસાર સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્ન પહેલા 19મીએ સંગીત સંધ્યા યોજાશે. બંને કોર્ટ મેરેજ કરશે તેવી પણ ચર્ચા છે. અહેવાલો અનુસાર, કપલ દ્વારા ખાસ લોકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે પરંતુ લગ્ન સમારોહ વિશે વધુ કંઈ કહેવામાં આવ્યું નથી.

અગાઉ એવુ કહેવામાં આવ્યું હતું કે લગ્ન માટેનો ડ્રેસ કોડ ઔપચારીક અને ઉત્સવપૂર્ણ હશે અને ઉજવણીનું આયોજન વેસ્ટીયન એટ ધ ટોપ રેસ્ટોરન્ટમાં કરવામાં આવશે. જો કે હજુ સુધી આ સમાચારની પુષ્ટિ થઈ નથી. જયારે તેમના પિતા શત્રુઘ્ન સિંહાને આ લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કોઈ માહિતી હોવાનો ઈન્કાર કર્યો અને ભાઈ લવ સિંહાએ પણ આ વિશે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો પરંતુ હવે આ મામલે ખુદ સોનાક્ષીએ પ્રતિક્રિયા આપી છે.

તેણે કહ્યું, ‘સૌ પ્રથમ તો તે બીજા કોઈને આની સાથે લેવા દેવી નથી. બીજું, આ મારી પસંદગી છે તો મને સમજો સમજાતું નથી કે લોકો આ બાબતને લઈને આટલી ચિંતા કેમ કરે છે. લોકો મને મારા માતા-પિતા કરતાં લગ્ન વિશે વધુ પૂછે છે. તેથી મને તે ખૂબ રમુજી લાગે છે. હવે મને તેની આદત પડી ગઈ છે.