Sourav Gangulyની કાર દુર્ગાપુર એક્સપ્રેસ વે પર અકસ્માત : આબાદ બચાવ

લોગ વિચાર :

પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કાર દુર્ગાપુર એક્સપ્રેસ વે પર એક અકસ્માતનો ભોગ બની. સૌરવ ગાંગુલી જ્યારે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બર્દવાન જઇ રહ્યા હતા ત્યારે તેમની કારને આ અકસ્માત નડ્યો હતો. સદભાગ્યે તે બચી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દંતનપુર પાસે એક ટ્રક અચાનક તેમના કાફલા સામે આવી ગયો હતો, જેથી સૌરવ ગાંગુલીના કાર ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવવી પડી હતી. તેના લીધે પાછળ આવી રહેલી ગાડીઓ પરસ્પર ટકરાઇ હતી અને તેમાં એક ગાડી સૌરવ ગાંગુલીની કાર સાથે પણ ટકરાઇ હતી.

આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલામાં સામેલ કોઇપણ વ્યક્તિને ઇજા પહોંચી નથી. પરંતુ સૌરવ ગાંગુલીના કાફલાની બે ગાડીઓને નુકસાન પહોંચ્યું છે.

અકસ્માત બાદ સૌરવ ગાંગુલીને લગભગ 10 મિનિટ સુધી રસ્તા પર રાહ જોવી પડી હતી, ત્યારબાદ તે કાર્યક્રમ માટે રવાના થયા હતા અને બર્દવાન યુનિવર્સિટીમાં તેમણે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.