આજે દક્ષિણ આફ્રિકા-શ્રીલંકા મેચ : આફ્રિકા હોટ ફેવરિટ!!

લોગ વિચાર :

પ્રથમ બે મેચ જીતીને ગ્રુપ ડીમાં ટોચ પર રહેલી સાઉથ આફ્રિકાએ ટી20 વર્લ્ડકપમાં પોતાનું વિજય અભિયાન ચાલુ રાખવું હોય તો તેના બેટસમેનોએ આજે સાંજે 8 વાગ્યે રમાનારી બાંગ્લાદેશ સામેની મેચમાં સારુ પ્રદર્શન કરવું પડશે. નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમની પીચ પર આજે બન્ને ટીમ માટે રમવું સરળ રહેશે નહીં.

જો કે સાઉથ આફ્રિકા આ મેદાન પર તેની પ્રથમ બે મેચ રમી ચૂકયું છે એથી એને થોડો ફાયદો થશે. બાંગ્લાદેશ પણ અહીં ભારત સામે પ્રેકટીસ મેચ રમ્યું હતું. સાઉથ આફ્રિકાએ નેધરલેન્ડસ અને શ્રીલંકા સામે જીત નોંધાવી હોવા છતાં તેના બેટસમેન આ બન્ને મેચમા નાના ટાર્ગેટનો પીછો કરતી વખતે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. સાઉથ આફ્રિકાના બોલરોએ જોકે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે અને એથી એના બોલિંગ આક્રમણમાં ફેરફાર થવાની કોઈ શકયતા નથી.

બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવીને તેમના અભિયાનની શરૂઆત કરી હતી એનાથી એનું મનોબળ વધ્યું હશે, પરંતુ સાઉથ આફ્રિકાની જેમ એના બેટસમેનોએ પણ સારું પ્રદર્શન કરવું પડશે. એના બેટસમેનો ભારત સામેની પ્રેકટીસ મેચ અને શ્રીલંકા સામેની ગ્રુપ સ્ટેજની મેચમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જો બાંગ્લાદેશને સાઉથ આફ્રિકા સામે એની પ્રથમ ટી20 જીત નોંધાવવી હોય તો લિટન દાસ સિવાય એના બાકીના બેટસમેનોએ પણ સારું પ્રદર્શન કરવું પડશે. ઓલરાઉન્ડર શાકિબ-અલ-હસન પણ હજી સુધી બેટ અને બોલ બન્નેથી પ્રભાવ પાડી શકયો નથી, જે બાંગ્લાદેશ માટે ચિંતાનો વિષય છે.