ખાસ વ્યક્તિ તરફથી ખાસ કેપઃ દ્રવિડે રવિન્દ્ર જાડેજાને ખાસ કેપ આપી

લોગ વિચાર :

ભારતીય ટીમ ટી20 વિશ્વકપમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચી ગઈ છે. ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની પહેલી વોર્મઅપ મેચ રમે તે પહેલા ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. આ વચ્ચે બુધવારે રવિન્દ્ર જાડેજા અને રાહુલ દ્રવિડની એક તસવીર સામે આવી છે, જેમાં ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ એક કેપની સાથે જોવા મળે છે.

હકિકતમાં આ વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ ICC  ટેસ્ટ ઓફ ધ યરમાં પસંદ કરાયું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા પસંદ કરાયેલી ટીમમાં અશ્વિન ઉપરાંત રવિન્દ્ર જાડેજા બીજો ભારતીય હતો.

રવિન્દ્ર જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કેપ સાથે અનેક તસવીર શેર કરી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ જાડેજાને આ પ્રતિષ્ઠિત કેપ સોંપતા જોવા મળે છે. રવિન્દ્ર જાડેજાએ પોસ્ટ શેર કરતા લખ્યું- સ્પેશિયલ વ્યક્તિ પાસેથી વિશેષ ટોપી.

રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને ગત વર્ષે રેડ બોલવાળા ક્રિકેટમાં તેમના શાનદાર પ્રદર્શન માટે પેટ કમિન્સની આગેવાનીવાળી ICC  ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2023માં સામેલ કરવામાં આવ્યો હતો. ટીમમાં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ પાંચ પ્લેયર હતા. પેટ કમિન્સ ઉપરાંત ઓપનર ઉસ્માન ખ્વાજા, પેસર મિચેલ સ્ટાર્ક, બેટ્સમેન ટ્રેવિસ હેડ અને એલેક્સ કેરીની પસંદ કરાઈ છે.

કમિન્સને ICCની ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે. તેમના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ભારતને હરાવ્યું હતું.

ટેસ્ટ ટીમમાં ઈંગ્લેન્ડના બે જ્યારે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડના એક-એક પ્લેયર છે. ઈંગ્લેન્ડ તરફથી જો રુટ અને સ્ટુઅર્ટ બ્રોડ છે. શ્રીલંકાના બેટ્સમેન દિમુથ કરૂણારત્ને ઓપનર તરીકે પસંદ કરાયા છે. ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડના કેન વિલિયમનસન છે. કરુણારત્નેના બેટથી ગત વર્ષે 608 રન નીકળ્યા હતા અને વિલિયમસને 695 રન.