લોગ વિચાર :
આ વર્ષે તા.૫મી ઓગસ્ટેના સોમવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ આશ્લેજષા નક્ષત્ર અને વ્યરતિપાત યોગ સાથે થશે. દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવાના શ્રેષ્ઠ મહિનામાં પાંચ સોમવારનો સંયોગ રચાતા ભક્તોેમાં આનંદ છવાયો છે.
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સોમવારથી થશે. એટલું જ નહિ, આ વર્ષે અમાસ વૃદ્ધિ તિથિ હોવાથી તા.૨જી સપ્ટેમમ્બેરે સોમવાર અને મધા નક્ષત્રમાં પણ અમાવસ્યા છે. જયોતિષાચાર્ય સત્યવમ મહેન્દ્ર ભાઈ જોષીએ ઉમેયું હતું કે શિવ એજ જીવ છે જીવ એ જ શિવ છે અને શિવ જીવનું કાર્ય નિરંતર કર્યા જ કરે છે. જેથી શિવપૂજન-અર્ચન ખૂબ જ મહત્વ ધરાવે છે. શિવ આરોગ્યિ-ઉજર્જા-આત્મહવિશ્વાસના કારક છે. શિવભક્તિજથી ગ્રહોના અશુભ ફળમાંથી રાહત મળે છે. શિવ આરોગ્યેના દાતા છે જેથી ગંગાજળની અંદર ડાભ મૂકી ભગવાન શિવજીને અર્પણ કરવાથી રોગમાંથી રાહત મળે છે. શક્ય હોય તો બ્રાહ્મણ દ્વારા નમક-ચમકનો નિત્યજ અભિષેક કરાવવાથી લાભ રહે છે. દૂધ અને સાકરથી બાહ્મણો પાસે રુદ્ર અષ્ટાધ્યામયથી ભગવાન શિવજીનું પૂજન અર્ચન અભિષેક કરાવવાથી લાભ મળે છે. કર્ક અને વૃヘકિ રાશિના જાતકોને શનિની નાની પનોતી ચાલે છે. મકર, કુંભ અને મીન રાશિના જાતકોને શનિની સાડા સાતી ચાલે છે જે સાથે મીન રાશિમાં રાહુ મહારાજ છે.
અષાઢ વદ અમાવસ્યાા- દિવાસાથી દશામાનું વત
પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગથી ચિંતાઓ બાધાઓ ઉપદ્રવોમાંથી રાહત મળે છે. શાષામાં ઉલ્લેખ્યુંન છે કે કળિયુગમાં માટીથી બનાવેલ શિવલિંગનું પુજન વિશેષ લાભ આપે છે. શ્રાવણ મહિનાના આગલા દિવસે અષાઢ વદ અમાવસ્યા ના દિવાસાના દિવસથી દશામાના ૧૦ દિવસના વ્રતની શરૂઆત થશે.
રાશિ મુજબ પૂજન-અભિષેક લાભકારી
મેષ : રક્ત- ચંદન, વૃષભ : દુધ, મિથુન : શેરડીના રસથી, કર્કઃ દુધ અને અત્તરથી, સિંહ : મધથી અભિષેક કરવો. કન્યા : ગંગાજળથી, તુલાઃ અત્તરથી, વૃશ્ચિકઃ રક્ત ચંદન, ધન : ચંદન, મકર : દર્ભ- પંચામૃતથી અભિષેક કરવો. કુંભ : દૂધ-મધથી જયારે મીન : રાશિના જાતકોએ ચંદન યુક્તસ ગંગાજળથી અભિષેક કરવો જોઇએ.
શ્રાવણ મહિનામાં બિલ્વેપત્રની બોલબાલા
શિવજીને અભિષેક કરતી વખતે મહામૃત્યુીજય જાપ કે ઓમ નમ શિવાય બોલીને અભિષેક કરવો જોઇએ શ્રાવણ માસમાં અભિષેક- પૂજન-અર્ચન-લઘુરુદ્ર, હોમાત્મઇક લઘુરુદ્ર, સવા લક્ષ્ય બિલ્વ્પત્ર, ખાસ કરીને પાર્થેશ્વર ચિંતામણી એટલે કે માટીના શિવલિંગનું નિત્ય પૂજન કરી વિસર્જિત કરવા જોઇએ.