ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડીનો સમયગાળો વધ્યો

લોગ વિચાર :

સરકારે ગઈકાલે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ ઈએમપીએસ 2024ની મુદત વધારીને સપ્ટેમ્બરના અંત સુધી કરી છે. આ યોજનાનો ખર્ચ પણ 500 કરોડથી વધારીને 778 કરોડ કરવામાં આવ્યો છે.

એક નિવેદનમાં જણાવાયું હતું કે, આ યોજના હેઠળ, ઇલેક્ટ્રિક વાહનો ટુ વ્હીલર પર 10000 અને થ્રી વ્હીલર 50000 સુધીની સબસિડી મળી છે. કંપનીઓ ખરીદદારોને ડિસ્કાઉન્ટ પર ઈવી વેચે છે અને બાદમાં ઉદ્યોગ મંત્રાલય પાસેથી સબસિડી મેળવે છે.

સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, આ યોજના હેઠળ 500080 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ અને 60709 ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ વેચવાનો ટાર્ગેટ છે. ઈએમપીએસ 2024 મૂળરૂપે એપ્રિલથી 31 જુલાઈ સુધી ચાલવાની હતી પરંતુ હવે આ સબસિડી સપ્ટેમ્બરના અંત સુધી લંબાવાઈ છે

સરકાર ઈવી વેચાણના આધારે ઈએમપીએ હેઠળ તેના લક્ષ્યોને હાંસલ કરવામાં માંગે છે. હીરો, બજાજ, ટીવીએસ,એથર, ઓલા વગેરે કંપનીઓ ઈવી બનાવે છે અને પોતાના વાહનો વેચવા તેમને ઈએમપીએસ સબસિડી મળી છે.