યુવાનોમાં આકસ્મિક મૃત્યુને કોરોનાની રસી સાથે સંબંધ નથી : આરોગ્ય મંત્રીનું સંસદમાં નિવેદન

લોગવિચાર :

દુનિયાને ઘાતક કોરોનામાંથી હજુ માંડ કળ વળી છે જ્યાં નવા અત્યંત ખતરનાક, વાયરસના 300થી વધુ સેમ્પલ લેબપોરેટરીમાંથી ગાયબ થઇ જતા ખળભળાટ સર્જાયો છે. સમગ્ર દુનિયાને ધ્રુજાવી નાખે તેવા આ ઘટનાક્રમને મોટી ગંભીર બેદરકારી ગણાવવામાં આવી રહી છે.

ગાયબ થયેલા નમુનાનો આ વાયરસ કોરોના કરતા પણ 100 ગણો ઘાતક ગણાવાય છે. ઓસ્ટ્રેલિયામાં ક્વીસલેન્ડ સરકારે જાહેર કર્યું છે કે, રાજ્યની એક લેબોરેટરીમાંથી અત્યંત ઘાતક વાયરસના સેંકડો નમુના ગાયબ થઇ ગયા છે.

બાયોલોજી સુરક્ષા પ્રોટોકોલના ભંગ અંતર્ગત સમગ્ર બનાવની તપાસ હાથ ધરવા માટે આરોગ્ય વિભાગને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઓગસ્ટ-2023માં આ વાયરસના નમુના ગાયબ થયા હતા તેમાં હેંડ્રા વાયરસ, લિસા વાયરસ તથા હંટા વાયરસનો સમાવેશ થાય છે.

રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, વાયરસના આ સેમ્પલની ચોરી થઇ છે કે નષ્ટ કરવામાં આવ્યા છે તે હજુ સ્પષ્ટ નથી. ઓસ્ટ્રેલિયાના મંત્રી ટીમોથી નિકોલ્સે કહ્યું કે, બાયોલોજીકલ સુરક્ષા પ્રોટોકોલનો ભંગ અને ખતરનાક વાયરસના સેમ્પલ ગાયબ થવાની ઘટના ઘણી ગંભીર છે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

બોસ્ટનમાં નોર્થ ઇસ્ટને યુનિવર્સિટીના લાઇક સાયન્સ વિભાગના ડાયરેક્ટર સૈમ સ્કાર્પિનોએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન લેબમાંથી વાયરસના સેમ્પલ ગાયબ થવાની ઘટના જૈવિક સુરક્ષા ગાયબ થયેલા વાયરસ અત્યંત ઘાતક છે.

ખાસ કરીને  હંટા વાયરસમાં મૃત્યુદર 15 ટકા છે જે કોવિડની સરખામણીએ 100 ગણો વધુ ઘાતક છે જ્યારે ગુમ થયેલા અન્ય વાયરસની ઘાતકતા કોરોના જેટલી જ છે. માત્ર માનવીઓમાં જ નહીં, પશુઓમાંથી પણ આ વાયરસથી જોખમ ઉભું થઇ શકે છે.

ગાયબ થયેલા ત્રણ વાયરસની કેટલી ઘાતકતા
હંટા વાયરસ
હંટા વાયરસમાં મૃત્યુદર 15 ટકા સુધી છે જે કોરોનાની સરખામણીઓ 100 ગણો ઘાતક ગણી શકાય છે. આ વયારસ અનેક વાયરસનો એક પરિવાર છે. જે ગંભીર બિમારી તથા મોતનું કારણ બની શકે છે.

► હેંડ્રા વાયરસ
આ વાયરસ જુનોટિક છે જે પશુમાંથી મનુષ્યમાં ફેલાય છે અને માત્ર ઓસ્ટ્રેલીયામાં જ જોવા મળે છે.

► લિસા વાયરસ
લિસા વયરસ વિવિધ વાયરસનો એક સમૂહ છે. જે રેબિજનું કારણ બની શકે છે. અર્થાત હડકવા સર્જાઇ શકે છે.