ભારતમાં સ્ત્રીઓ કરતાં પુરુષોમાં આત્મહત્યાનો દર વધુ

લોગ વિચાર :

ભારત સહિત પુરી દુનિયામાં આત્મહત્યાના કેસોમાં ઘટાડો થયો છે પરંતુ હજુ પણ દર 43 સેક્ધડે દુનિયામાં એક વ્યક્તિ જિંદગીનો જંગ હારી રહ્યા છે. તેમાં પુરુષોની આત્મહત્યાનો દર વધુ છે. ભારતમાં મહિલાઓની તુલનામાં 1.5 ગણા વધુ પુરુષો આત્મહત્યા કરે છે. ‘ધી લાન્સેટ’ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે.

ગત 30 વર્ષમાં 31 ટકા ઘટયો આપઘાતનો દર: રાહતની વાત એ છે કે ભારતમાં આત્મહત્યાથી થનારા મૃત્યુના દરમાં 1990 થી 2021 દરમિયાન 31.5 ટકાનો ઘટાડો થયો છે. 1990માં ભારતમાં દર 1 લાખની વસ્તીએ 18.9 લોકો આપઘાત કરતા હતા, જયારે 2021માં આંકડો ઘટીને 13 થઈ ગયો હતો.

જાગૃતિથી આંકડા ઘટયા: સંશોધકોએ જાણ્યું કે આત્મહત્યાની રોકમાં સૌથી મોટું કારણ લોકોની જાગૃતિ, સમયસર હસ્તક્ષેપ અને સહાયતા સિસ્ટમ હતી. હેલ્પલાઈન અને માનસિક સ્વાસ્થ્ય પર પરામર્શ આપનારા પ્લેટફોર્મ હવે મોટી સંખ્યામાં છે. સંશોધકોના અનુસાર પારિવારિક સ્થિરતા, સામાજીક એકીકરણને પ્રોત્સાહન આપવું અને હાનિકારક, સાંસ્કૃતિક પ્રથાઓ પર ધ્યાન આપવાથી આપઘાતના દરમાં ઘટાડો થયો છે.

દર 4 મીનીટે આપઘાતના 10 પ્રયાસો: દુનિયાભરમાં પુરુષોમાં મહિલાઓની તુલનામાં આત્મહત્યાથી મરવાની સંભાવના ડબલથી વધુ હતી. સંશોધકોના જણાવ્યા મુજબ દર મીનીટે ચાર પુરુષો અને 6 મહિલાઓને આત્મહત્યાના પ્રયાસના કારણે હોસ્પિટલે દાખલ કરવામાં આવે છે. આત્મહત્યાના પ્રયાસમાં મહિલાઓની સંખ્યા ત્રણ ગણી વધુ છે.

કેટલાક દેશોમાં આત્મહત્યાની ઘટનાઓ વધી: છેલ્લા 3 દાયકામાં દુનિયાભરમાં આપઘાતથી મૃત્યુદરમાં 40 ટકાનો ઘટાડો થયો છે. સૌથી વધુ ઘટાડો ચીનમાં નોંધાયો છે, જયારે બીજી બાજુ અનેક દેશોમાં આત્મહત્યાના દરમાં વધારો પણ થયો છે.

મધ્ય લેટિન અમેરિકામાં સૌથી વધુ 39 ટકાનો વધારો થયો છે. જેમાં મેકસીકોમાં મહિલા આત્મહત્યાનો દર 123 ટકા વધ્યો છે. એન્ડીયન લેટીન અમેરિકામાં 13 ટકાનો વધારો થયો છે. વધુ આવકવાળા ઉતરી અમેરિકામાં 7 ટકા આત્મહત્યાનો દર વધ્યો છે. આત્મહત્યાથી સૌથી વધુ મૃત્યુદર પુર્વી યુરોપ, દક્ષિણી ઉપસહરા આફ્રિકામાં હતો. પુરુષો માટે આત્મહત્યાથી મોતો 19મુ મુખ્ય કારણ હતું. દક્ષિણ એશિયામાં મહિલાઓની આત્મહત્યાનો દર સૌથી વધુ હતો. છેલ્લા અભ્યાસોમાં જાણવા મળ્યું હતું કે હિંસા, યૌન ઉત્પીડન અને બાળપણના આઘાતના શિકાર લોકોમાં આત્મહત્યાનું જોખમ વધુ હોય છે.