સુખવિન્દર સંઘર્ષના દિવસોને યાદ કરીને કહે છે, ત્યારે ભાડાના પૈસા નહોતા, ચાલીને જતો, લંગરમાં ભોજન મળી જતુ
લોગ વિચાર :
લગભગ ત્રણ દાયકાથી લોકોને પોતાના અવાજથી ડોલાવતા જાણીતા ગાયક સુખવિન્દરસિંહે જય હો જેવું ઓસ્કાર એવોર્ડ વિજેતા ગીત ગાઈને દેશનું નામ વિશ્વ કક્ષાએ રોશન કર્યુ છે. હાલમાં જ ‘લાપતા લેડીઝ’ અને ‘ગબરુ ગેંગ’ જેવી ફિલ્મોમાં રોમાન્ટીક ગીત ગાઈને સુખવિંદર ચર્ચામાં રહ્યો હતો.
હવે તેણે મોટી જાહેરાત કરી છે કે તે વિનામૂલ્યે ફિલ્મોમાં ગીત ગાશે, આ માટે તેણે એવું કારણ આપ્યું છે કે, આના માટે મારો કોઈ એજન્ડા નથી, બસ, નવા લોકો સાથે કામ કરવા માંગુ છું. હાલમાં જ મેં ‘ગબરુ ગેંગ’નું ગીત ગાયું, ખૂબજ મજા આવી.
તમારા સંગીતમય સફરનો કઠોર સમય કયો હતો તેવા સવાલના જવાબમાં સુખવિન્દરે જણાવ્યું હતું કે, સૌથી કઠિન સમય એ હતો જયારે ભાડુ આપવાના પૈસા નહોતા. જો કે તે સમયે એ દુ:ખે કયારેય નહોતો સતાવ્યો કે મારું શું થશે. એ દિવસોમાં હું જુહુમાં રહેતો હતો. જો કે મુસીબતના સમયમાં એક શોના દસ-પંદર હજાર મળી જતા.
એ દિવસમાં હું ખૂબ પગપાળા ચાલતો હતો. ઘણીવાર ટાઉનથી ચાલતા ચાલતા જુહુ સુધી પણ આવ્યો છું. ભૂખ્યા રહેવાની નોબત નથી આવી. કારણ કે હું તે કોમનો છું જયાં લંગર લાગે છે અને તે ગુરુદ્વારામાં જ નહીં, ઘરમાં પણ લાગે છે.
મોટીવેશનલ ગીતો બાદ આવે હવે આપે રોમેન્ટીક ગીતોમાં પણ રસ દાખવ્યો છે તેવા સવાલના જવાબમાં સુખવિંદર કહે છે- ખરેખર તો આજથી 4-5 વર્ષ પહેલા મેં જોયું કે લોકોને કોઈને કોઈ કારણે ડિપ્રેસન સતાવે છે તો હું મોટીવેશનલ ગીત ગાવવા તરફ આકર્ષિત થયો. 6 વર્ષ સુધી મેં સુલતાન, સિંઘમ, દબંગ, ટાઈગર જિંદા હૈ જેવી ફિલ્મોમાં મોટીવેશનલ ગીતો ગાયા પણ કેટલાક સમય પહેલા મને લાગ્યું કે હવે રોમેન્ટીક અને પેપી સોંગ ગાવવા જોઈએ.
પેપી સોંગ ગાવવા જોઈએ. કારણ કે નવા દોરના ગીતકાર અને સંગીતકાર મારી તરફ આવી રહ્યા નહોતા. કારણ કે મારા બારામાં એવી વાત ફેલાઈ હતી કે સુખવિંદરનું જેટલું બજેટ છે તે નવા સંગીતકારોને પોષાય નહીં, એટલે મેં બજેટ ઝીરો કરી નાખ્યુ. પછી તે કરણ જોહર જેવો મોટો નિર્માતા હોય કે નાના કે નવો ફિલ્મકાર હોય. મેં ‘લાપતા લેડીઝ’, ‘ગબરુ ગેંગ’ ફિલ્મમાં વિનામૂલ્યે ગીત ગાયા છે.