અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને અજબગજબ અવાજો સંભળાય છે!

લોગવિચાર :

છેલ્લા કેટલાક સમયથી અંતરિક્ષમાં ફસાયેલા વિલ્મોર અને સુનીતા વિલીયમ્સને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અજબગજબ અવાજ સંભળાઈ રહ્યા છે.

અંતરિક્ષમાં સુનીતા વિલીયમ્સ સાથે ફસાયેલા વિલ્મોર બોઈંગ સ્ટાર લાઈનર સ્પેસ ક્રાફટમાં એક નવી સમસ્યા પેદા થઈ  હોવાની વાત કરી છે. વિલ્મોરનો દાવો છે કે તેમણે આ સ્પેસ ક્રાફટમાં અજબગજબ અવાજ સાંભળ્યા છે.

મશિગનના મિટ્રીયોલોજીસ્ટ રોબ ડેલે વિલ્પોર અને મિશન કંટ્રોલ વચ્ચેની વાતચીતને સોશિયલ મીડીયા પર શેર કરી છે. આ દરમ્યાન વિલ્મોર પોતાનો ફોન સ્પીકરની દિશામાં કરે છે જેથી મિશન કંટ્રોલને સ્પષ્ટ અવાજ સંભળાય. પહેલીવાર અવાજ સ્પષ્ટ ન સંભળાતા તે બીજીવાર પ્રયાસ કરે છે.

મિશન કંટ્રોલના અનુસાર આ એક એવો અવાજ છે, જાણે કોઈ સંદેશ મોકલી રહ્યુ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ કે આ અવાજ સ્પેસ ક્રાફટમાં લાગેલા સ્પીકરમાંથી આવી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બોઈંગ સ્ટારલાઈનર સ્પેસ ક્રાફટમાં પીેશાનીના કારણે તેને ક્રુ વિના જ પરત લાવવામાં આવી રહ્યુ છે. હાલ તો અંતરિક્ષયાત્રી વિલ્મોર અને સુનીતાની વાપસી 2025માં જ થશે. બંને અંતરિક્ષયાત્રી બે મહિનાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં છે.

હે બંનેને એલન મસ્કની કંપની સ્પેસ એકસના ડ્રેગન ક્રુ કેપ્સુલમાં પરત લાવવામાં આવશે. 24 સપ્ટેમ્બર 2024મા ક્રુ-9 મિશન લોન્ચ છશે. પહેલા આ મિશનમાં ચાર અંતરિક્ષયાત્રીઓ જનાર હતા પરંતુ હવે બે એસ્ટ્રોનોટસ જશે. આનુ કારણ એ છે કે પરત ફરતી વખતે સુનીતા અને વિલ્મોરને પરત લાવી શકાય.