સુનિતા વિલિયમ્સ માટે પૃથ્વી પર પાછા ફરવું મુશ્કેલ બન્યું હોવાની માહિતી

લોગ વિચાર :

સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર જૂન, 2024થી અવકાશમાં અટવાયેલા છે. પરંતુ હવે તેઓ ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરશે. બંને અવકાશયાત્રીઓ બોઇંગના સ્ટારલાઇનરથી માત્ર 10 દિવસના પ્રવાસ પર ગયા હતા. જોકે, તેમના અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે તેઓ હજુ સુધી પાછા ફરી શક્યા નથી. હવે શુક્રવારે NASAએ કહ્યું કે, આવતા અઠવાડિયે જ સ્પેસએક્સ ડ્રેગન  લોન્ચ કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે, સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર 16 માર્ચ સુધીમાં પૃથ્વી પર પરત ફરશે. જોકે, સુનિતા વિલિયમ્સનું કહેવું છે કે 'આટલા દિવસો અવકાશમાં વિતાવ્યા પછી, પૃથ્વી પર એડજસ્ટ થવું મારા માટે સરળ કામ નથી. મારા માટે પૃથ્વી પર ચાલવું એ કાંટા પર ચાલવા જેવું છે. હવે તો હું ચાલવાનું પણ ભૂલી ગઈ છું.'અવકાશમાં ગુરુત્વાકર્ષણ ન હોવાથી તેમને ચાલવું નથી પડતું. અવકાશમાં રહેવું એ પૃથ્વી પર રહેવા કરતાં ઘણું અલગ છે. આટલા લાંબા સમય સુધી અવકાશમાં રહ્યા પછી, તેમનામાં ઘણા ફેરફારો પણ આવી ચૂક્યા છે. અવકાશમાંથી પાછા ફર્યા બાદ ધરતીની ગ્રેવિટી પ્રમાણે ખુદને એડજસ્ટ કરવું પણ સરળ નથી. બીજી તરફ અવકાશમાંથી ઘણા વાયરસ અને બેક્ટેરિયા આવવાનું જોખમ પણ બની રહે છે.