લોગ વિચાર :
નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બેરી વિલ્મોર જલ્દી પૃથ્વી પર પરત ફરશે. બંને અંતરિક્ષ યાત્રી આઠ મહિના કરતા વધુ સમયથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS)માં રહે છે. બોઇંગ સ્ટારલાઇનરમાં ખરાબીના કારણે બંને અંતરિક્ષ યાત્રીની વાપસીને ટાળી દેવાઈ હતી. આ મિશન ફક્ત આઠ દિવસનું હતું પરંતુ, હીલિયમ લીક અને થ્રસ્ટરમાં ખરાબીના કારણે તેમની વાપસી ન થઈ શકી. હવે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને ઈલોન મસ્કની કંપની SpaceX ડ્રેગન ક્રૂ કેપ્સૂલથી પરત લાવવામાં આવશે.
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પહેલાં નક્કી કરવામાં આવેલાં અમુક સમય પહેલાં જ પરત લાવવામાં આવી શકે છે. બંને અંતરિક્ષ યાત્રી બોઇંગ સ્ટારલાઇનરના પહેલાં ચાલક દળના પરિક્ષણની ઉડાન પર ગયા હતાં અને આઠ મહિનાથી વધુ સમયથી અંતરિક્ષ પર જ રહે છે. આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ગયેલા સુનિતા વિલિયમ્સ હવે આઠ મહિના બાદ આખરે 12 માર્ચ, 2025ના દિવસે ધરતી પર પરત ફરી શકે છે.