લોગ વિચાર :
ભારતીય મુળની સુનીતા વિલિયમ્સ સહિત નાસાના બે અંતરિક્ષ યાત્રીઓ બોઈંગ સ્ટાર લાઈનરમાં ખરાબી આવવાના કારણે અંતરિક્ષમાં ફસાઈ ગયા છે. સ્પેસશીપનો વાપસીનો રસ્તો બંધ થઈ જવાના કારણે આ અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વી પર પરત આવવામાં સમય લાગી શકે છે.
એન્જીનીયરોને બોઈંગ અંતરિક્ષ યાનમાં અનેક સમસ્યાઓ જોવા મળી છે. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર એક વીક વીતાવ્યા બાદ 13 જૂને પાછા ફરવાનું હતું પણ બોઈંગ સ્ટાર લાઈનરમાં ખરાબી બાદ ત્રીજી વાર તેમની વાપસી ટળી હતી.
નાસાએ જણાવ્યું હતું કે, સ્ટાર લાઈનરમાં ગરબડને ઠીક કરવા માટે ખતરનાક વાપસીની ઉડાનને સ્થગીત કરાઈ છે. જેના કારણે સ્પેસ સ્ટેશન પર બન્ને એસ્ટ્રોનોટે ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ રહેવું પડશે. સ્ટાર લાઈનર પ્રોગ્રામ મેનેજર માર્ક નેપીએ જણાવ્યું હતું કે અમારું હિલીયમ સિસ્ટમ ડિઝાઈન અનુસાર કામ નહોતું કરતું.