લોગ વિચાર :
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને અવકાશયાત્રી બૂચ વિલમોરની પૃથ્વી પર પરત ફરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ કહ્યું છે કે, આ બે અને અન્ય બે અવકાશયાત્રીઓ આવતીકાલે સાંજે પૃથ્વી પર પાછા ફરશે.
નાસાએ જણાવ્યું કે, સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને અન્ય એક અમેરિકન અવકાશયાત્રી નિક હેગ અને એક રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોરખુનોવ ફ્લોરિડાના દરિયાકાંઠે કાલે સાંજે લગભગ 6 વાગ્યે જાફભયડ ના ડ્રેગન ક્રાફ્ટ વાહનથી પૃથ્વી પર ઉતરી શકે છે.
અગાઉ તેઓ બુધવારે પૃથ્વી પર પાછા ફરે તેવી અપેક્ષા હતી. સ્પેસએક્સનું ડ્રેગન ક્રાફ્ટ વ્હીકલ રવિવારે ચાર અવકાશયાત્રીઓ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યું હતું.
સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર છેલ્લા નવ મહિનાથી સ્પેસ સ્ટેશન પર અટવાયેલા છે. આ બંને બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ગયા વર્ષે જૂનમાં અવકાશમાં પહોંચ્યા હતા, પરંતુ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે બંને પરત ફરી શક્યા ન હતા.
સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે 284 દિવસ અવકાશમાં વિતાવ્યા છે. આવી સ્થિતિમાં બંનેને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી અવકાશમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ અને મજબૂત કિરણોત્સર્ગમાં રહેવાથી હાડકાંની નબળાઈ, આંખોની રોશની પર અસર અને શરીરનું સંતુલન ગુમાવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. રેડિયેશન કેન્સર અને નર્વસ સિસ્ટમની સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુમાં, રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી શકે છે.