લોગવિચાર :
પોર્નસ્ટારમાંથી એકટ્રેસ બનેલી સની લીઓનીએ બીજી વાર લગ્ન કર્યા છે, પોતાના જ પતિ ડેનિયલ વેબર સાથે કેનેડામાં સિખ પરિવારમાં જન્મેલી સનીનું સાચુ નામ કરણજીત કૌર વોહરા છે.
સનીએ અમેરિકન પોર્નોગ્રાફીક ફિલ્મોમાં ખૂબ કામ કર્યુ હતું અને ખૂબ નામના મેળવી હતી. 2011ની 9 એપ્રિલે સનીએ સાથી પોર્નસ્ટાર ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા હતા.
આ લગ્ન સિખ રીતરિવાજ પ્રમાણે પરંપરાગત આનંદ કારજ વિધિ મુજબ થયા હતાં. હવે 13 વર્ષ પછી સની અને ડેનિયલે મોલદીવ્ઝમાં ફરીથી લગ્નના વચનોની આપલે કરી છે.
31 ઓકટોબરે સંપન્ન થયેલા આ પુર્નવિવાહમાં તેમના ત્રણેય બાળકો નિશા, નોઆ અને એશર પણ ઉપસ્થિત હતાં. સનીએ આ લગ્ન વિશે સોશ્યલ મીડીયા પર લખ્યું. પહેલી વાર આપણે ગોડ, ફેમિલી અને ફ્રેન્ડસની સામે પરણ્યાં. આ વખતે પરણ્યાં ત્યારે આપણે પાંચ જ હતાં તથા આપણી પાસે વધુ પ્રેમ અને સમય હતો.