લોગ વિચાર.કોમ
તમારા મનમાં એક સવાલ જરૂર આવ્યો હશે કે પૃથ્વી બ્રહ્માંડમાં ક્યાં સુધી રહેશે ? વૃક્ષો, પર્વતો, મહાસાગરો, નદીઓ અને જીવનથી ભરેલી પૃથ્વી ક્યારેય નિર્જીવ બની જશે ખરી ? હવે વૈજ્ઞાનિકોએ સુપર કોમ્પ્યુટરની મદદથી પૃથ્વી પર ક્યારે અને કેવી રીતે જીવનનો અંત આવશે તે શોધી કાઢ્યું છે.
વૈજ્ઞાનિકોની આ થિયરી લોકમાન્યતાથી વિપરીત છે, જેમાં કહેવાય છે કે, મહાકાય એસ્ટરોઇડ કે ઉલ્કાપિંડની ટક્કરથી ડાયનાસોરના અંતની જેમ પૃથ્વી પર જીવનનો અંત આવી જશે.
જાપાનની તોહો યુનિવર્સિટીના સંશોધકોએ આગાહી કરી છે કે, પૃથ્વીનો ઓક્સિજન લગભગ એક અબજ વર્ષમાં અદૃશ્ય થઈ જશે, જેનાં કારણે ટકી રહેવું અશક્ય બની જશે. આ અધ્યયનમાં 400,000 સિમ્યુલેશન્સ ચલાવીને પૃથ્વીના વાતાવરણની સંભવિત ઉત્ક્રાંતિની શોધ કરવામાં આવી હતી.
જેમ જેમ સૂર્ય ઘરડો થતો જશે, તેમ તેમ તે ગરમ થતો જશે.
આ રિસર્ચમાં બતાવવામાં આવ્યું છે કે જેમ જેમ સૂર્યની ઉંમર વધતી જશે તેમ તેમ તે ગરમ અને તેજ બનશે, જે પૃથ્વીની આબોહવાને અસર કરશે. પાણીનું બાષ્પીભવન થશે, સપાટીનું તાપમાન વધશે અને કાર્બન ચક્ર નબળું પડશે, જેનાં કારણે છોડ મરી જશે અને ઓક્સિજનનું ઉત્પાદન બંધ થઈ જશે.
વાતાવરણ ઊંચા મિથેનની સ્થિતિમાં પાછું ફરશે, જે મુખ્ય ઓક્સિડેશન ઘટના પહેલાં પ્રારંભિક પૃથ્વીની યાદ અપાવે છે. નેચર જિયોસાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પૃથ્વીનાં ઓક્સિજનયુક્ત વાતાવરણનું ભવિષ્યનું જીવન એક અબજ વર્ષનું છે.
નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં જણાવ્યું કે બ્રહ્માંડનો અંત એક ક્વિન્ટાઈલ વર્ષમાં આવશે. અન્ય એક અભ્યાસમાં નેધરલેન્ડની રેડબાઉન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ બ્રહ્માંડનાં યુગ વિશે મોટી આગાહી કરી છે.
વૈજ્ઞાનિકોના મતે બ્રહ્માંડનો અંત એક ક્વિન્ટાઈલ વર્ષમાં થઈ જશે. આ સંખ્યા 1 ની પાછળ 78 શૂન્ય મૂકીને રચાય છે. આ સમયગાળો ઘણો લાંબો હોવાથી, અગાઉ એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે બ્રહ્માંડ 1100 વર્ષમાં સમાપ્ત થઈ જશે. આ સંખ્યા 1 શૂન્ય પછી 1100 શૂન્ય મૂકીને આવે છે.