પુણાગામ વિસ્તારની રણુજા ધામ સોસાયટીમાં ખાડીની સફાઈ કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ છે. મ્યુનિસિપલ કમિશનર માત્ર પોશ વિસ્તારમાં કામગીરીની સમીક્ષા કરવા જાય છે પરંતુ ગરીબ લોકો આ વિસ્તારમાં રહેતા હોવાથી તે વિસ્તારની સમીક્ષા કરવા આવતા નથી.
લોગ વિચાર :
શહેરમાં પ્રિમોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બીજી તરફ સુરત મહાનગર પાલિકાના કમિશ્નરે પણ ખાંડીપુરની સમસ્યા ન સર્જાય તે માટે તમામ ખાડીઓની સફાઈ કરવા અધિકારીઓને આદેશ કર્યો છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર પોતે મેદાનમાં આવીને આ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર પોશ વિસ્તારમાં જ કામની સમીક્ષા કરવા જતા હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
પુણાગામ વિસ્તારમાં રણુજા ધામ સોસાયટી પાસેથી પસાર થતી ખાડીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ ખાડીની સફાઈ કરવા આવતા નથી. જ્યારે ચોમાસા દરમિયાન ખાડીમાં પાણીનું સ્તર વધે છે, ત્યારે ખાડીમાં પૂર આવે છે અને ખાડીનું પાણી સોસાયટીઓમાં પ્રવેશે છે.
સોસાયટીના લોકોનું કહેવું છે કે, માત્ર ખાડીના પ્રશ્નો પરંતુ ડ્રેનેજ લાઈનના પ્રશ્નો પણ અવારનવાર ઉભા થાય છે. જ્યારે અધિકારીઓને ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈ માટે ફોન કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ આવે તો છે પરંતુ સામાન્ય સાફ-સફાઈ કરીને ચાલ્યા જાય છે. પરિસ્થિતિ હતી તેવી જ થઈ જાય છે. આ ઉપરાંત લોકોએ એવું પણ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના કમિશનરને સુરતના પુણાગામ વિસ્તાર શા માટે નથી દેખાતો?
જો ખાડીની સફાઈ કરાવવી જ હોય તો મહાનગરપાલિકાના કમિશનર એક વખત પુણાગામ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં સફાઈ કામગીરીની સમીક્ષા કરવા માટે આવે તો તેમને ખબર પડશે કે ખરેખર ખાડી સાફ થઈ છે કે નથી થઈ લોકો એવું પણ જણાવ્યું હતું કે, ખાડીની સાફ સફાઈના થવાના કારણે રોગચાળો પણ ફેલાવવાની સ્થિતિ દેખાય છે. આ ઉપરાંત મચ્છરનો ત્રાસ પણ લોકોને સહન કરવો પડી રહ્યો છે.
સુરતના વરાછા વિસ્તારમાં વર્ષોથી ખાડીની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે. ખાડીમાંથી ગંદકી દૂર કરવા અવારનવાર લોકો દ્વારા વિરોધ પ્રદર્શનનો પણ કરવામાં આવે છે. તો અગાઉ સુરતના પુણાગામ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ગંદકી મુદ્દે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા એક પત્ર લખીને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પરંતુ ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રનું પણ કંઈ ન ચાલ્યું અને અધિકારીઓ પોતાની મનમાનીમાં વ્યસ્ત રહ્યા અને આજે પણ ખાડી સફાઈનો પ્રશ્ન હતો તેવો જ છે.મહાનગરપાલિકા કમિશનરનું કહેવું છે કે, ખાડીની સાફ-સફાઈ થઈ છે પરંતુ માત્ર કાગળ પર જ આ સાફ-સફાઈ થતી હોય તેવું લાગી રહ્યું છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ ખાડીની સફાઈ કરવા આવતા નથી. જ્યારે ચોમાસા દરમિયાન ખાડીમાં પાણીનું સ્તર વધે છે, ત્યારે ખાડીમાં પૂર આવે છે અને ખાડીનું પાણી સોસાયટીઓમાં પ્રવેશે છે.