સુરત મહિલા મોરચાના પ્રમુખે કોર્પોરેટરને ફોન કરીને આત્મહત્યા કરી

લોગવિચાર :

સુરતના અલચાણ નજીક આવેલા ભીમરાડ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા 34 વર્ષીય દીપિકા પટેલ શહેર ભાજપમાં વોર્ડ નંબર 30માં મહિલા મોરચાના પ્રમુખ છે તેણી એ બપોરના 1.30 થી બે વાગ્યાના અરસામાં ઘરે બેડરૂમમાં દુપટ્ટો પંખામાં બાંધીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ઘટના બની તે સમયે તેણીના પતિ ખેતરે હતા અને સચીન વિસ્તારના કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીએ પંખા પરથી દીપિકાનો મૃતદેહ ઉતારીને તેની કારમાં નવી સીવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. જો કે પોલીસે ફોરેન્સીક પી.એમ. કરાવ્યું હતું.

અલથાણ પોલીસે દીપિકાના મોબાઈલ ફોન અને સીસીટીવી ફુટેજને આધારે તપાસ શરુ કરી છે. આત્મહત્યા કરતા પહેલા દીપિકાએ ચિરાગસિંહને ફોન કરીને એમ કહ્યું હતું કે હું સ્ટ્રેસમાં છું અને તેની થોડી મીનીટોમાં જ આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ અલથાણના ભીમરાડ ગામમાં બ્રાહ્મણ ફળિયાના ઘર નંબર 51માં રહેતા દીપિકા નરેશ પટેલ (ઉ.વ.34) છેલ્લા ચાર વર્ષથી ભાજપમાં સક્રીય કાર્યકર છે અને હાલમાં તેણી વોર્ડ નંબર 30 કનસાડ સચીન ઉન અને આભવાના મહિલા મોરચાના પ્રમુખ હતા.

દરમિયાન ગઈકાલે બપોરના 1.30 થી2 વાગ્યાના અરસામાં દીપિકા પટેલએ પોતાના ઘરે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરીલીધું હતું. તેણી એ બેડરૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને તેને ગળામાં નાખીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટના બની તેની થોડી મીનીટો અગાઉ તેણીએ સચીન વિસ્તારના કોર્પોરેટર ચિરાગસિંહ સોલંકીને ફોન કરીને એમ કહ્યું હતું કે હું સ્ટ્રસમાં છું. જો કે તેમ કહીને દીપિકાએ ફોન કટ કરી નાંખ્યો હતો. અને તરત જ ગળેફાંસો ખાઈ લીધો હતો. ચિરાગ સોલંકી તેના મિત્ર ડોકટર આકાશ પટેલને લઈને મારતી ગાડીએ દીપિકાના ઘરે પહોંચ્યો હતો પણ મોડું થઈ ગયું હતું.

ધકકા મારીને બેડરૂમનો દરવાજો ખોલ્યો હતો ત્યારે પંખા પર દીપિકાની લાશ લટકતી હતી. ચિરાગ સોલંકી અને ડો. આકાશએ પોલીસને જાણ કરવાને બદલે પોતે જ લાશને નીચે ઉતારી હતી અને ડો. આકાશ એ તપાસીને જોયું તો દીપિકા મૃત્યુ પામી હોવા છતાં પણ લાશને કારમાં મુકીને નવી સીવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. બનાવની જાણ થતા અલથાણ પી.આઈ. નિલેશ બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ દોડી આવી હતી.

ઘરની તલાશી લેતા કોઈ સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી નહોતી. પરંતુ પોલીસએ મૃત્યુનું કારણ અને સમય જાણવા માટે ફોરેન્સીક પી.એમ. પણ કરાવ્યું હતું. દીપિકાએ જયારે આત્મહત્યા કરી તે સમયે બાળકો બે પુત્ર અને એક પુત્રી ઘરમાં હતા અને પતિ નરેશ પટેલ ખેતરે ગયો હતો. રહસ્ય એ ઘેરાઈ રહ્યું છે કે, દીપિકાએ મરતા અગાઉ પતિ કે પરિવારના બીજા સભ્યો ને કેમ ફોન નહી કર્યો અને કોર્પોરેટર ચિરાગ સિંહ સોલંકીને જ ફોન કર્યો કે હું સ્ટ્રેસમાં છું અને ચિરાગસિંહ પણ જયારે દીપિકાના ઘરે ગયો ત્યારે મિત્ર આકા પટેલ જે પોતે ડોકટર છે તેને પણ સાથે લઈને ગયો હતો.

અલથાણ પોલીસે દીપિકા પટેલની સાથે છેલ્લે કોણે કોણે ફોન ઉપર વાતો કરી હતી. દીપિકા પટેલ ચિરાગસિંહ સોલંકીને ધર્મનો ભાઈ માનતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે ચિરાગસિંહ અને ડો. આકાશ પટેલના પણ નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.