લોગવિચાર :
સુરતના સચિન પાલીગામમાં રહેતી 3 બાળકીઓના મોત થયા છે. આઈસક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું અને ત્યારબાદ ત્રણેય બાળકીઓની તબિયત લથડી હતી અને હોસ્પિટલ લઇ જવાતા મૃત જાહેર કરાઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીઓના મોતનું કારણ સામે આવશે.
મળતી માહિતી મુજબ સુરતના પાલીગામ વિસ્તારમાં આ ઘટના બની હતી કે જ્યાં 12, 14 અને 8 વર્ષની બાળકીના મોત નીપજ્યા છે. બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું. ત્યારબાદ બાળકીઓની તબિયત લથડી હતી અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરાઈ છે. દીકરીઓના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
બાળકીઓના મોતનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ સામે આવી શકશે. વ્હાલસોયી દીકરીના મોતને લઈને બાળકીઓના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. આ ત્રણેય બાળકીઓના મોત આઈસક્રીમના કારણે થયા છે, તાપણાનો ધુમાડો લાગતા થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર થયા છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.
મૃતક બાળકીઓનાં નામ: દુર્ગા કુમારી મહંતો - 12 વર્ષ, અમિતા મહંતો - 14 વર્ષ, અનિતા કુમારી મહંતો - 8 વર્ષ