સુરતીઓ પરેશાન : મીઠી ખાદીના વિસ્તારો ખાદીપુરથી ત્રણ ફૂટ સુધી પાણીમાં ગરકાવ

લોગ વિચાર :

સુરતમાં ગત રવિવાર(21 જુલાઈ, 2024)ની સાંજથી વરસાદ શરૂ થયો હતો, જે બુધવાર રાત સુધી એટલે કે ચાર દિવસ સુધી વરસ્યો હતો. તેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદના કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ હતી.

જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. ભદવાડ, કાકરા, સીમાડા અને મીઠી ખાડી કાંઠા વિસ્તાર છેલ્લા સાડા ત્રણ દિવસથી કાળા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આમ સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજા મળી રહી છે.

જો કે આજે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે. જેથી ખાડીના લેવલમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. ખાડીની સપાટીમાં ઘટાડો થયા બાદ જ કાંઠા વિસ્તારોનું પાણી ઊતરશે.