લોગ વિચાર :
ખાવા પીવાના શોખીન સુરતી લાલાઓને હવે કચ્છ.ની પ્રખ્યાુત ખારેક સુરતના આંગણે સ્વાકદ માણવા મળશે. સુરત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી અને કચ્છખના પ્રાક્રિત ફાઉન્ડેાસન ફોર ડેવલોપમેન્ટ ટ્રસ્ટ (ખેડુત FPO) દ્વારા સુરતના આંગણે કચ્છીે ખારેકના વેચાણ માટેનું આયોજન કરવામાં આવ્યુંમ છે. કચ્છટના ખેડૂતો પ્રથમ વખત સુરતમાં પોતાની આવી અવનવી ખારેકો લઇ અને અંદાજીત ૨૩ દિવસ સુધી વેચાણ કરશે. સુરત શહેરના નાનપુરામાં સ્નેમહમિલન ગાર્ડનની સામે મહેતા પાર્ક ખાતે તા.૨૮મી જુનથી તા.૨૦મી જુલાઈ સુધી આ બજારમાંથી સુરતીઓ ખારેકની ખરીદી કરી શકશે.
કચ્છ ના ખેડૂતો સ્વ્યં પોતાની વિવિધ ખારેકની વેરાયટીનું વેચાણ કરશે. કચ્છીી ખારેકને હાલમાં જ જી.આઈ. ટેગ પણ મેળવ્યો છે. કચ્છવમાં કેટલીય સદીઓથી ખારેકની ખેતી કરવામાં આવી રહી છે. ભારતના કુલ ખારેક ઉત્પાટદનના ૮૫ ટકાનું ઉત્પાકદન એકલા કચ્છય જીલ્લામાં થાય છે. કચ્છ ના ખેડૂતો કેટલીય કુદરતી આફતો વચ્ચે્ᅠ છેલ્લા કેટલાય દશકોની સફળ મેહનત થી ઓર્ગેનિક અને વિશ્વમાં સૌથી મીઠી, રસદાર અને સોફટ વેરાયટીઓ વિકસિત કરી છે કે જે ગલ્ફક દેશો માં પણ નથી. જેથી કચ્છમના આ સુપર ફ્રુટમાં વિશ્વના ઘણાં દેશો એ રસ દાખવ્યોછ છે.
અત્યાયર સુધી લાલ, પીળી, ગુલાબી, કેશરી અને લીલી એવી રંગબેરંગી ખારેકના ચમત્કા રિક ફાયદાઓ અને તેમાં રહેલ ઔષધિય ગુણો વિષે લોકોને પુરતી માહિતી નથી. જેથી સમાજનો બહુ મોટો વર્ગ તેને આરોગવાથી વંચિત રહે છે. ખેડૂતો દ્વારા આ બજારમાં લોકોને ખારેક ફળ તથા તેની ખેતી વિષે માહિતગાર કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકો આપણા ગુજરાતના ગૌરવશાળી કલ્પ વૃક્ષને ઓળખીને ખોરાકમાં ઉપયોગ કરે તેવો હેતુ રહેલો છે.