લોગવિચાર :
ચોકલેટ ખાવી કોને ન ગમે? ચોકલેટના દિવાના આખી દુનિયામાં છે. એક રિપોર્ટ અનુસાર, દુનિયામાં જેટલી ચોકલેટ બને છે, તેની અડધી ચોકલેટ તો પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાના લોકો ચટ કરી જાય છે. ચોકલેટ ખાવા પાછળ ઘણી માન્યતાઓ છે. જેમ કે ચોકલેટ ખાવાથી તણાવ ઓછો થાય છે. તે બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે, તેને ખાવાથી લોકો જલદી વળદ્ધ થતા નથી. પરંતુ શું તમે જાણો છો કે, સૌથી વધુ ચોકલેટ કયા દેશમાં ખાવામાં આવે છે?
સૌથી વધુ ચોકલેટ ખાનારા દેશમાં સ્વિટ્ઝર્લૅન્ડ સૌથી ઉપર છે. અહીં એક વ્યક્તિ દર વર્ષે આશરે ૮.૮ કિલો ચોકલેટ ખાઈ જાય છે. સ્વિટ્ઝર્લૅન્ડ દુનિયાની સર્વશ્રેષ્ઠ ચોકલેટ બનાવવા માટે પણ જાણીતું છે. સૌથી વધુ ચોકલેટ ખાવાના મામલે જર્મની બીજા નંબરે છે. જર્મન લોકો દર વર્ષે સરેરાશ ૮.૪ કિલો ચોકલેટ ખાઈ જાય છે.
ચોકલેટ બનાવવાની સમળદ્ધ વિરાસત - સ્વિટ્ઝર્લૅન્ડમાં ચોકલેટ બનાવવાની પરંપરા ૧૯મી સદી પહેલાથી ચાલી આવી રહી છે. આ પરંપરા સ્વિસ સંસ્કળતિમાં ઊંડા મૂળ ધરાવે છે. સ્વિસ ચોકલેટને આખી દુનિયામાં તેની ઉચ્ચ ગુણવત્તા માટે ઓળખવામાં આવે છે.
ચોકલેટ બનાવવામાં ઇનોવેશન - સ્વિટ્ઝર્લૅન્ડ ચોકલેટમાં ઇનોવેશનમાં પણ સૌથી આગળ છે. આ દેશના ઉદ્યોગમાં પ્રમુખ વિકાસ શ્રેય આપવામાં આવે છે. જેમ કે ડેનિયલ પીટર દ્વારા મિલ્ક ચોકલેટનો આવિષ્કાર અને રોડોલ્ફ લિંડ્ટ દ્વારા કોંચિંગ પ્રક્રિયાનું નિર્માણ, જેણે ચોકલેટની ચિકનાશમાં ઘણો સુધારો કર્યો.