લોગ વિચાર :
ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને શુક્રવારે ર જુનથી શરૂ થઇ રહેલા ટી-20 વર્લ્ડ કપ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના એમ્બેસેડર તરીકે નિયુકત કરવામાં આવ્યો છે. આફ્રિદીએ ર008માં પાકિસ્તાનની ટી-20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ રીતે તે ટુર્નામેન્ટ એમ્બેસેડર્સના જૂથમાં જોડાયો જેમાં ભારતના યુવરાજસિંહ, વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ અને મહાન દોડવીર બોલ્ટનો સમાવેશ થાય છે.
આફ્રિદીએ આઇસીસી મીડિયા રીલીઝમાં કહ્યું, આઇસીસી મેન્સ રીલીઝમાં કહ્યું, આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ મારા દિલની ખુબ નજીક છે. હું એમ્બેસેડર તરીકે આ તબકકાનો ભાગ બનવા માટે રોમાંચિત છું.
આ વખતના વિશ્વકપ ટી-20 2024માં પહેલા કરતા વધુ દેશો વધુ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે સાથે અમેરિકા જેવા દેશમાં ક્રિકેટની શરૂઆત થાય છે.
કોમેન્ટ્રી પેનલ
આઇસીસી શુક્રવારે આગામી ટી-20 વર્લ્ડ કપ માટે સ્ટાર ક્રિકેટરોની કોમેન્ટી પેનલની જાહેરાત કરી હતી. જેમાં ક્રિકેટ અને કોમેન્ટ્રી ક્ષેત્રના કેટલાક મોટા નામો જેમ કે ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરનો સમાવેશ થાય છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર દિનેશ કાર્તિકની પણ કોન્મેટ્રી પેનલમાં પસંદગી કરવામાં આવી છે. મુખ્ય કોમેન્ટરોમાં શાસ્ત્રી, નાસિર હુસૈન, ઇયાન સ્મિથ, મેલ જોન્સ, હર્ષા ભોગલે અને ઇયાન બિશપનો સમાવેશ થાય છે.