લાંબા સમય સુધી ડિપ્રેશનની દવાઓ લેવાથી હૃદય નબળું પડી શકે છે : સંશોધનમાં ખુલાસો

લોગ વિચાર.કોમ

ડિપ્રેસનની દવાઓ (એન્ટી ડિપ્રેસેન્ટ)નું લાંબા સમય સુધી સેવન કરવાથી અચાનક હૃદયની ગતિ રોકાઈ જવાનો ખતરો વધી જાય છે.યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી તરફથી કરવામાં આવેલ અધ્યયનમાં આ ખુલાસો થયો છે.

ડેન્માર્કનાં સંશોધકોએ 18 થી 90 વર્ષની વયના લોકોના મૃત્યુનું વિશ્લેષણ કર્યું હતું જેમાં મૃત્યૂ પ્રમાણપત્ર અને શબ પરિક્ષણ રિપોર્ટની સમીપે કરવામાં આવી હતી.અધ્યયનમાં જાણવા મળ્યુ કે ડિપ્રેસન વિરોધી દવાઓનું સેબી કરનારાઓમાં અચાનક હૃદયની ગતિ રોકાવાના મામલા વધુ બહાર આવ્યા એન્ટી ડિપ્રેસેન્ટ લેનારા 6,43,999 લોકોની તુલના 43 લાખ સામાન્ય લોકો સાથે કરવામાં આવી હતી.

એન્ટી ડિપ્રેસેન્ટ લેનારા 1981 લોકોનું અચાનક હૃદયગતિ રોકવાથી મૃત્યુ થયા હતા.જયારે તેનો ઉપયોગ ન કરનારાઓમાં આ સંખ્યા 4021 હતું. આ અધ્યયન યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડીયોલોજીની યુરોપીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી 2025 ના સંમેલનમાં રજુ કરાયું હતું.

જેનું આયોજન ઓસ્ટ્રેલીયન વિયેનામાં થયુ હતું. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જો લાંબા સમયથી એન્ટીડિપ્રેસેન્ટનો ઉપયોગ કરી રહયા છે તો તેમણે હૃદય સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.