લોગવિચાર :
દુનિયાભરમાં ટેક કંપનીઓ માટે મુશ્કેલ દિવસો શરુ થયા હોવાના સંકેત છે અને ફકત ઓગસ્ટ માસમાં જ વિશ્વની ટોચની ટેક કંપનીઓ ઇન્ટેલ, આઇબીએમ, સીસ્કો વગેરેએ 27 હજાર કર્મચારીઓને છુટ્ટા કર્યા છે અને કુલ 422 કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં 1.36 લાખ કર્મચારીઓ લે-ઓફ અપાયો છે.
40 જેટલા સ્ટાર્ટઅપ પણ મુશ્કેલીમાં હોવાના સંકેત છે. ઇન્ટેલએ ગુરુવારે જાહેર કર્યું કે 15 હજાર કર્મચારીઓને તે ઘટાડી રહી છે જે કુલ તેની કર્મચારી સંખ્યામાં 15 ટકા છે. કંપની 2025 સુધી 10 બીલીયન ડોલરનો ખર્ચ ઘટાડવા માગે છે. કંપનીની આવકમાં અસર થતાં આ નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત સિસ્કોએ પણ તેની વૈશ્વિક કર્મચારીની સંખ્યામાં 7 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે જે તેના 6000 થી વધુ કર્મચારીઓને અસર થશે. સિસ્કો નેટવર્ક સોલ્યુશન કંપનીએ આજ રીતે આઇબીએમ તેની ચાઇના ફેસેલીટી બંધ કરી રહી છે અને તેના એક હજારથી વધુ કર્મચારીઓને છુટા કરવામાં આવશે.
આઇટી હાર્ડવેર કંપની ચીનમાં જ મુશ્કેલી અનુભવી રહી છે આ ઉપરાંત હાલમાં એપલએ તેના સર્વિસ ડીવીઝનના 100 કર્મચારીઓને છૂટા કરી દીધા હતા જ્યારે ગો-પ્રો કંપનીએ પણ 100 કર્મચારીઓની નોકરી લઇ લીધી છે. ડેલ ટેકનોલોજી પણ આ માર્ગે છે.