લોગ વિચાર :
તેલંગાણામાં એક કેનાલને બાયપાસ કરતી શિલ્કયારાના શુરંગના નિર્માણ સમયે માટી ધસી પડતા અંદર જે આઠ મજુરો ફસાયા છે તેની બચવાની આશા નહીવત રહી છે. એનડીઆરએફની ટીમ સહિત બચાવદળ સતત કામગીરી કરી રહી છે પરંતુ આ સુરંગમાં મજુરો જે રીતે દુરના સ્થળે ફસાયા છે ત્યાં સુધી પહોંચવામાં ત્રણ થી ચાર દિવસ લાગે તેવી શકયતા છે.
2023માં ઉતરાખંડમાં શિલ્કયારા બેન્ડ-બરકોટ સુરંગ નિર્માણમાં પણ આવી જ દુર્ઘટના બની હતી અને તેમાં રેટ માઈનરની ટીમને કામે લગાડાઈ હતી. આ જ ટીમને હવે અહી જવાબદારી સોંપી છે. સુરંગમાં 25 ફુટ સુધી પાણી ભરાયુ છે અને કાદવ-કીચડ પણ જમા થઈ ગયો છે.
જેમાંથી વાયર નાંખીને મજુરોનો સંપર્ક કરવા પ્રયત્ન કરાયો પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. મશીનોની મદદથી કાદવ દુર કરવા પ્રયાસ કરાયો છે. અંદર જે મશીનરી હતી તે 200 મીટર સુધી દુર ઘસડાઈ ગઈ છે. મજુરોને ઓકસીજન પહોંચાડવા માટે ખાસ પાઈપલાઈન નાંખવામાં આવી.
પરંતુ તે હજુ પુરી થઈ નથી. આ ઉપરાંત કન્વેનીયર બેલ્ટ મારફત પાણી અને ભોજન પણ પહોંચાડાશે. પરંતુ વાસ્તવમાં ખરેખર કોઈ જીવતુ છે કે કેમ તે અંગે પણ રાજય સરકારને શંકા છે જે આઠ લોકો ફસાયા છે તેમાં બે એન્જીનીયર, બે ઓપરેટર અને ચાર મજુર છે.