લોગ વિચાર.કોમ
ત્રણ ચાર દિવસ ગરમીમાં રાહત રહ્યા બાદ હવામાન વિભાગે ફરી આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે અને અનેક સ્થળોએ હિટવેવ સાથે 42થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જવાનાં નિર્દેશો આપેલા છે.
દરમ્યાન ગઈકાલે રાજકોટમાં 42.7 ડિગ્રી, હાઈએસ્ટ સાથે છ સ્થળોએ તાપમાન 40થી 42 ડિગ્રી ઉપર નોંધાયુ હતું. જેમાં અમદાવાદમાં 41.6, અમરેલીમાં 42, ભુજમાં 40.9, ડિસામાં 40.2 તથા ગાંધીનગરમાં 41.5 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. જયારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 30થી 37 ડિગ્રી વચ્ચે નોંધાવા પામ્યુ હતું.
દરમ્યાન આજે સવારનાં ભાગે ધોરાજી સહિતના અમૂક વિસ્તારોમાં ઝાકળ પણ છવાયું હતું. તેમજ જામનગરમાં છેલ્લા 24 કલાકમાં મહતમ તાપમાનનો પારો 2 ડિગ્રી નીચે સરકીને 34.6 ડીગ્રી પહોંચી ગયો હતો તો લઘુતમ તાપમાન 24 ડિગ્રી નોંધાયુ હતું. જયારે પવનની ગતિ પ્રતિ કલાક 11.4 કી.મી. અને શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા નોંધાયુ હતું.