લોગ વિચાર :
રાજસ્થાનના સીકર જિલ્લાના પચાર ગામમાં લક્ષ્મણ મુંડોતિયાની દીકરી નિશાના લગ્નની કંકોત્રીમાં બાબા ડો. ભીમરાવ આંબેડકરની તસવીર છાપેલી જોવા મળી, જે ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. ૧૩ ફેબ્રુઆરીના રોજ સીકર જિલ્લાના દાંતારામગઢ બ્લોકના પચાર ગામના રહેવાસી લક્ષ્મણ મુંડોતિયાની દીકરી નિશાના લગ્ન થશે. હાલમાં લગ્નની અનોખી કંકોત્રી અને કાર્ડ છપાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. શહેર જ નહીં પણ ગામડામાં પણ લોકોના વિચારો બદલાઈ રહ્યા છે. લગ્નના કાર્ડમાં હવે ભગવાનના ફોટોની જગ્યાએ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીર છપાઈ રહી છે. સીકર જિલ્લાના પચાર ગામમાં આવું જ જોવા મળ્યું છે. લગ્નનું અનોખું કાર્ડ સમાજ અને ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં જોઈએ તો, ૧૩ ફેબ્રુઆરીના રોજ સીકર જિલ્લાના દાંતારામગઢ બ્લોકના પચાર ગામના રહેવાસી લક્ષ્મણ મુંડોતિયાની દીકરી નિશાના લગ્ન થશે. દુલ્હન નિશાના પિતા અને ભાઈએ લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશની તસવીરની જગ્યાએ બાબાસાહેબ આંબેડકરનો ફોટો છપાવ્યો છે.
દુલ્હનના મોટા ભાઈ વિક્કીએ જણાવ્યું કે, અનોખા કાર્ડ છપાવવા પાછળ તેમનો વિચાર છે કે યુવા પેઢી આપણા મહાપુરુષોને ભૂલી રહી છે, ત્યારે આવા સમયે આ કાર્ડ જ્યારે ઘરે ઘરે જશે તો આપણી વચ્ચે ફરી એકવાર મહાપુરુષ ડો. આંબેડકર હંમેશા -ાસંગિક રહેશે. આંબેડકરે દલિતો અને મહિલાઓના જીવન સ્તરને ઉપર લાવવામાં ખૂબ જ સરાહનીય કામ કર્યું છે. ઘોડી પર બેસાડી ફુલેકું નીકળ્યું - દુલ્હનના મોટા ભાઈ વિક્કીએ જણાવ્યું કે, આજના સમયમાં છોકરો અને છોકરી બંને સમાન છે. એટલા માટે આ સામાજિક મેસેજ આપવા માટે દુલ્હન નિશાને ઘોડી પર બેસાડીને બિંદોરી કાઢવામાં આવી હતી. આ બિંદોરીમાં સમાજની અનેક મહિલાઓ જોડાઈ હતી. આપને જણાવી દઈએ કે, નિશાના લગ્ન ૧૩ ફેબ્રુઆરીએ ઉદયપુરવાટીના રહેવાસી રાજકુમાર સાથે થશે. બંને વર અને કન્યા શિક્ષિત છે. તો વળી દુલ્હનના પિતા લક્ષ્મણ રામ મુંડોતિયા એક સામાન્ય મજૂર છે, જે વિદેશમાં જઈને કામ કરે છે. નિશાના કાર્ડમાં એક બીજી વાત પણ ખાસ છે કે પિતા અને દાદાના સંબંધ બતાવતા સમયે માતા અને દાદીનું નામ પહેલા લખવામાં આવ્યું છે. તેમાં શ્રવણી દેવી પત્ની લક્ષ્મણ રામ મંડોતિયા લખ્યું છે. આવું જ વર પક્ષે પણ કર્યું છે. મોટા ભાગે આવું થતું નથી, નામમાં મહિલાનું નામ પહેલા લેવામાં આવે, પણ આ કાર્ડમાં પતિનું નામ પછી અને પત્નીનું નામ પહેલા લખવામાં આવ્યું છે અને કાર્ડના આગળના ભાગમાં વર અને કન્યાની જાતિ અથવા ઉપજાતિ નથી લખવામાં આવી.