લોગ વિચાર :
ભૂતપૂર્વ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઈ-સાઈકલ બનાવતી કંપની ઈમોટોરેડમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. આ કંપનીએ એની ઈ-સાઈકલ ટી-રેકસ એરને ઓરેન્જ બ્લેઝ અને ટ્રોપીકલ ગ્રીન એમ બે કલરમાં લોન્ચ કરી છે.
આ ઈ-સાઈકલની કિંમત 34,999 છે. એને કંપનીની ડીલરશીપ, વેબસાઈટ, ફિલપકાર્ટ અને એમેઝોન પરથી ખરીદી શકાશે. આ સાઈકલમાં 27.5 ઈંચનાં ટાયર છે અને 20.2એએચની રિમુવેબલ બેટરી છે.
આ સાઈકલ પચીસની સ્પીડ પર 50 કિલોમીટર સુધી ચાલી શકે છે અને 110 કિલો સુધીના વજનની કેપેસીટી ધરાવે છે. આ સાઈકલની બેટરી ફુલ ચાર્જ થતાં બે-ત્રણ કલાક લાગે છે તેમજ સાઈકલમાં ડિજીટલ ડિસ્પ્લે પણ છે.
આ સાઈકલ પર કંપની પાંચ વર્ષની વોરન્ટી આપે છે. પુણેની આ કંપનીમાં ધોનીએ આ વર્ષે ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઈમોટોરેડ કંપની સૌથી મોટી ઈલેકટ્રીક સાઈકલનું ઉત્પાદન કરતી ફેકટરી બનવા જઈ રહી છે.