લોગવિચાર :
દેશ હવે 2024ને બાય બાય કરી રહ્યુ છે તો તે સમયે પુરા વર્ષમાં મોંઘવારીએ જે રીતે લોકોના જીવન ધોરણ પર અસર કરી છે તો અત્યાર સુધીના એક સૌથી મોંઘા વર્ષમાં 20242 સ્થાન મળશે. ખાસ કરીને લોકોને સીધી અસર કરે છે તે ભોજન થાળી આ વર્ષે બે ગણી મોંઘી થઈ ગઈ છે.
આ એક વર્ષે લોટ, ખાદ્યતેલ, મસાલા, સુકામેવાની કિંમત દોઢથી બે ગણી વધી ગઈ છે અને સામાન્ય રીતે ચોમાસા બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો થાય છે પણ આ વર્ષે તેમાં પણ મોટી રાહત મળી નથી. આ વર્ષે ડિસેમ્બરમાં વટાણા પણ રૂા.50-60 રૂપિયાના ભાવે મળે છે અને દૂર દરાજના ગામમાં તો આ ભાવ રૂા.80થી100 પણ વસુલાય છે.
આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો કહે છે કે આ વર્ષે વટાણાની આવક પણ ઓછી છે. આ ઉપરાંત લસણ જેનો હવે મેડીકલ યુઝ પણ વધ્યો છે તેના ભાવ સરેરાશ રૂા.200-240 પ્રતિ કિલો રહે છે તે રૂા.400થી450માં વેચાઈ રહ્યું છે. તેજાના-મસાલા-જામફળ-એલચી પણ ખૂબ મોંઘી થઈ છે.
ગત વર્ષે જથ્થાબંધ બજારમાં તેનો ભાવ રૂા.1800 આસપાસ રહેતો હતો તે આજે રૂા.2400 કે તેથી વધુ છે અને નાની એલચી તો રૂા.3600 સુધી પહોંચી ગઈ છે. તેમાં જેને કિરાણા કે કરિયાણાની ચીજો ગણો છો તેમાં છેલ્લા મહિનાની સરખામણીમાં રીફાઈન્ડ ચોખાની કિંમત ઘટી હોય પુરા વર્ષની સરખામણીએ તેમાં મોટો વધારો થયો છે.
જેમ હવે માર્ચ પછી તેમાં ઘટાડો થઈ શકે છે. સરસવ તેલ જે ઉતર ભારતમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે તેના ભાવ રૂા.130 પ્રતિ લીટર મળે છે જે રૂા.143 સુધી પણ મોંઘુ છે. બનાવટી ઘીના ભાવમાં રૂા.148 થયા છે.
જેમાં ખાદ્ય ચીજો જ નહી લોકોની રોટી પછી મકાન એ એક પાયાની આવશ્યકતા ગણાય છે તેમાં બાંધકામ ખર્ચ પણ વધ્યા છે. કોલીમર્સ ઈન્ડીયાના સર્વે મુજબ શહેરોમાં બાંધકામ ખર્ચ ગત વર્ષની સરખામણીમાં 39% વધીને પ્રતિ ચોરસ ફુટ રૂા.2780 થયા છે. નિર્માણ સામગ્રી અને શ્રમ બન્ને મોંઘા બન્યા છે.