લોગવિચાર :
દેશમાં સતત સાયબર ક્રાઇમ વધતા જાય છે તે સમયે વિમા કંપનીઓએ સાયબર ફ્રોડ સામે સુરક્ષા આપતી વિમા પોલીસી લોન્ચ કરી છે અને તેનું પ્રિમીયમ પણ અત્યંત નીચુ રાખવામાં આવ્યું છે અને વ્યકિતગત રીતે અને વ્યાપારીઓ માટે આ પોલીસી મહત્વપૂર્ણ સાબિત થશે.
જેમાં સાયબર એટેકથી ખંડણી ઉઘરાવવાનો પણ સમાવેશ થાય છે. આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના કારણે સાયબર ફ્રોડમાં હવે વધુ આસાની થઇ છે. અને ફેક વિડીયો, વાઇસ ક્લોન કે ટેક્સ મેસેજ અથવા તો તમારા કૌટુંબીક સભ્યો અને જેના પર ભરોસો કરતા હોય તેવા મિત્રો અને સાથીઓ આ તમામના અંચળા હેઠળ સાયબર ફ્રોડ થાય છે.
દેશમાં એચડીએફસી એર્ગો મારફત સાયબર ઇન્સ્યુરન્સ પોલીસી લોન્ચ કરવામાં આવી છે. સાયબર ઇન્સ્યુરન્સનું માર્કેટ પણ 2023 થી બની રહ્યું છે અને તે હાલ 50 થી 60 મીલીયન ડોલરનું હોવાનું મનાય છે.
જે સતત વધી રહ્યું છે એસબીઆઇ જનરલ અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ પણ તેમાં પ્રવેશી છે. જેમાં તમારા ઇ-મેઇલની ઉઠાંતરી પણ સામેલ થઇ જાય છે. તમારા ડેટાને પણ સલામત કેમ રાખવા તે આ કંપનીઓ જોશે.