લોગ વિચાર.કોમ
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટસએપ જેવી સોશ્યલ મીડીયા સાઈટસ ચલાવતી ટોચની બહુરાષ્ટ્રીય કંપની મેટા સામે વોશિંગ્ટનની કોર્ટમાં કેસ શરૂ થયો છે. અંદાજીત છ વર્ષ બાદ સુનાવણી શરૂ થઈ છે.
મેટા પર એવો આરોપ છે કે, વ્યવસાયિક મોનોપોલી હાંસલ કરવા માટે કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગે કોમ્પીટીશન કાયદાનો ભંગ કર્યો છે. આ કેસના ચુકાદા પર મેટાના 1.4 ટ્રીલીયન ડોલરના વિજ્ઞાપન વ્યવસાયનુ ભાવિ નકકી થશે.
અમેરિકી સરકારનો તર્ક એવો છે કે, સોશ્યલ મીડીયામાં સ્પર્ધા સર્જવા માટે મેટાને ઈન્સ્ટાગ્રામ તથા વોટસએપની ખરીદી પરત કરવી પડે. તત્કાલીન સરકારની તરફેણ મેળવવા માટે કંપનીની માહિતી છુપાવવામાં આવી હતી. મેટા દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે મોટી કંપની હોવાને કારણે નિશાન બનાવવામાં આવી રહી છે.
કંપનીએ કાયમ નિષ્પક્ષ સ્પર્ધા જ કરી છે. અધિગ્રહણને એક દાયકા પુર્વે મંજુરી આપવામાં આવી હતી. એલન મસ્કની કંપની એકસ, ટીકટોક, સ્નેપચેટ સહિતની સોશ્યલ મીડીયા કંપનીઓ સાથે સ્પર્ધા છે જ.