લોગવિચાર :
અહી એક અજબ ગજબ કિસ્સો બહાર આવ્યો છે ભેંસ ચોરી થયાની ફરીયાદ કરનાર ફરીયાદીએ પોલીસ સમક્ષ એવો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે ફરીયાદ નોંધવા માટે પોલીસે ભેસનુ આધાર કાર્ડ પરિચય પત્ર માગ્યુ છે.
પોલીસે એઈઆઈઆર ન નોંધતા ફરીયાદીએ એસ.પી.ને ફરિયાદ કરી છે. આ મામલે એસપીએ તપાસનો આદેશ આપ્યો છે.જયારે પોલીસે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે આરોપો નિરાધાર છે.
હરદોઈના નિવાસી રજીતે જણાવ્યું હતું કે હરીહરપુર સ્થિત પોલીસ ચોકી પાસે જ આવેલ પોતાના ઘરના શેડમાંથી 20 મી ઓકટોબરે રાત્રે તસ્કરો ભેંસ લઈ ગયા હતા. શોધખોળ બાદ પણ ભેંસ ન મળતા પોલીસ સ્ટેશને અરજી આવી પણ ઈન્ચાર્જે તેને લેવાનો ઈન્કાર કર્યો બાદમાં તે ટડીયાળા પોલીસ સ્ટેશને ગયો.આરોપ છે કે ત્યાં પોલીસે તેની પાસે ભેંસનું આધારકાર્ડ અને પરિચય પત્ર માગ્યુ હતું.
આ મામલે ફરિયાદીએ એસપીને રાવ કરતાં તેમણે તપાસના આદેશ આપ્યા છે. તો બીજી બાજુ પોલીસે આરોપોને નિરાધાર ગણાવ્યા હતા.