રાષ્ટ્રપતિએ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી

લોગવિચાર :

બે દિવસ માટે મધ્યપ્રદેશના ઈન્દોર અને ઉજજૈન ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ઉજજૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરીને શ્રમદાન કર્યુ હતું.

ત્યાર બાદ રાષ્ટ્રપતિએ મંદિર પરિસરમાં ઝાડુ પણ માર્યુ હતું. આ પહેલા બુધવારે રાષ્ટ્રપતિએ ઈન્દોરમાં સાડીનું શોપિંગ કરીને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ)થી પેમેન્ટ કર્યુ હતું.