વડાપ્રધાન રાત્રિભોજનમાં પંચકુટિયા શાકભાજી, પુલાવ-કઢી અને નાસ્તામાં લોચો, પટુડી અને ઈડલી આરોગશે

લોગ વિચાર :

દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી શુક્રવારે સુરતમાં રાત્રી રાત્રી રોકાણ કરશે. ત્‍યારે વડાપ્રધાન મોદી ડિનરમાં સાત્ત્વિક ભોજનની લિજ્જત માણશે. શુક્રવારે ડિનરમાં પંચકુટિયું અને બટાટાનું સૂકું શાક અને તેની સાથે ભાખરી. આ સાથે જ પુલાવ-કઢી તેમજ છાશ પણ બનાવાશે. જયારે શનિવારે બેકફાસ્‍ટમાં ચાની સાથે સુરતી લોચો, પાટુડી અને ઈડલીની લિજજત માણશે. વડાપ્રધાન માટે સ્‍વાદિષ્ટ ભોજન બનાવવા માટે ગાંધીનગર સર્કિટ હાઉસના રસોઈ યા સાથેની ટીમ સુરત આવી પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંચકુટિયું શાક, બટાકાનું સૂકું શાક, પુલાવ-કઢી સહિતની વાનગીનું લિસ્‍ટ તૈયાર કરાયું છે. શુક્રવારે સવારે આ વાનગીઓમાંથી વડાપ્રધાન માટે કઈ કઈ વાનગી બનાવાશે તે નક્કી થશે. અત્રે ઉલ્લેખનીય છે વડાપ્રધાન સાત્‍વિક ભોજન આરોગશે. ડિનર અને બ્રેકફાસ્‍ટનું મેન્‍યુ તૈયાર કરી દેવામાં આવ્‍યું છે. પરંતુ કઈ વાનગી બનાવવી તે શુક્રવારે સવારે નક્કી થશે. જોકે, લિસ્‍ટમાં બે જ શાક હોવાથી બંને શાક બને તેવી પ્રબળ સંભાવના છે. હાલમાં જ મહારાષ્‍ટ્રમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આઈએનએસ સુરત નામનું યુદ્ધ જહાજ સેનાને અર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાને સુરતના જમણના વખાણ કર્યા હતા. હવે સુરતની મુલાકાત આવી રહ્યા છે ત્‍યારે વડાપ્રધાન સુરતી લોચો, ઈડલી અને પાટુડી આરોગશે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ

* વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી શુક્રવારે બપોરે ૧ વાગ્‍યે દિલ્‍હીથી સુરત એરપોર્ટ પર આવશે.

* ૧.૧૫ કલાકે હેલિકોપ્‍ટર મારફતે સેલવાસમાં યોજાનારા કાર્યક્રમ માટે જશે.

* સેલવાસાથી સાંજે ૪.૪૫ કલાકે સુરતના પરવટ પાટિયા પહોંચશે.

* હેલિપેડથી નીકળી ૫.૦૦ વાગ્‍યે નીલગીરી સ્‍થિત સભા સ્‍થળે પહોંચશે.

* સાંજે ૫ વાગ્‍યાથી ૬.૧૫ કલાક સુધી લિંબાયત ખાતેનો કાર્યક્રમ યોજાશે.

* ૬.૧૫ કલાકે નીલગીરીથી નીકળી ૬.૩૦ કલાકે સર્કિટ હાઉસ પહોંચશે.

* બીજા દિવસે સવારે ૧૦.૫૫ કલાકે સર્કિટ હાઉસથી સુરત એરપોર્ટ પ્રસ્‍થાન કરશે.

* નવસારીના વાંસી-બોરસીથી ૨.૨૦ કલાકે હેલિકોપ્‍ટરથી સુરત એરપોર્ટ આવશે.

* સુરત એરપોર્ટ પર હેલિકોપ્‍ટરથી ઉતરાણ કર્યા બાદ સીધા દિલ્‍હી જશે.