લોગ વિચાર.કોમ
બિહારમાં થયેલી પ્રધાનમંડળની બેઠકમાં બૌદ્ધ ધર્મ માટે પૌરાણિક મહત્ત્વ ધરાવતા ગયા શહેરનું નામ બદલીને ‘ગયાજી’ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શહેરના પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને ગયા શહેરનું સન્માનજનક નામકરણ ‘ગયાજી’ કરવામાં આવ્યું છે.
પ્રધાનમંડળની બેઠક પછી કેબિનેટના ઍડિશનલ ચીફ સેક્રેટરી ડો. એસ. સિદ્ધાર્થે કહ્યું હતું કે બોધગયામાં સતત પર્યટકોની સંખ્યા વધી રહી છે ત્યારે ગયાજી નામકરણ સાથે અહીં એક બૌદ્ધ ધ્યાન અને અનુભવ કેન્દ્રનું નિર્માણ પણ કરાવવામાં આવશે.
સરકારને લાગે છે કે એનાથી ધાર્મિક પર્યટન વધશે અને રાજ્યકોષ પર એની અસર પડશે તેમ જ રોજગારીની તકો પણ વધશે. આ માટે 165.44 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.