મહાકુંભની સુરક્ષાની જવાબદારી હવે 200 NSG કમાન્ડોના હાથમાં

લોગ વિચાર :

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા મહાકુંભમાં દેશવિદેશથી અનેક મહાનુભાવો આવવાના હોવાથી આતંકવાદી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષાની જવબાદારી નેશનલ સિકયોટીરી ગાર્ડસને સોંપવામાં આવી છે.

મહાકુંભમાં કુલ 200 NSG ગાર્ડ તહેનાત કરવામાં આવશે જે પૈકી 100 કમાન્ડોએ મોરચો સંભાળી લીધો છે. દરેક ટીમમાં 50 કમાન્ડો સામેલ છે. બે ટીમો સોમવારે હેલીકોપ્ટરની મદદથી આધુનિક હથિયારો સાથે કુંભ ક્ષેત્રમાં પહોંચી છે અને  બાકીના બે ટીમો પણ આગામી દિવસોમાં પહોંચી જશે.

મહાકુંભમાં આવનારા આતંકવાદી સંદિગ્ધોની ઓળખ કરવા માટે પાંચ રાજયોમાંથી સ્પોટર્સની 30 ટીમો બોલાવવામાં આવી છે જે પૈકી 18 ટીમો એકટીવ થઇ ચુકી છે.

આ ટીમો મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, છતીસગઢ, મધ્યપ્રદેશ અને નોર્થ ઇસ્ટના રાજયોમાંથી આવી છે. આ સ્પોટર્સ આતંકવાદીઓ અને કુખ્યાત અપરાધીઓની સાથે જ સંદિગ્ધ ગતિવિધ કરનારાઓની ઓળખ કરી લેશે.

પ્રયાગરાજમાં રેલવે-ટ્રેકની સુરક્ષા માટે 500 જવાન
મહાકુંભ દરમ્યાન રેલ્વે ટ્રેકની દેખભાળ માટે રેલવે પ્રોટેકશન ફોર્સના 500 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. તેમને આધુનિક ઉપકરોણ પણ આપવામાં આવ્યા છે. અલગ-અલગ શિફટમાં આ જવાનો રેલવે ટ્રેકની સુરક્ષા કરશે. આ સાથે વિશેષ કોરસ કમાન્ડો ડ્રોન કેમેરા અને 1000 કલોઝડ-સર્કિટ ટીલીવિઝન કેમેરા સાથે ચાપતી નજર રાખશે.

ઉત્તરપ્રદેશ પોલીસના 15,000 જવાન
કુંભમેળાની સુરક્ષામાં ઉત્તરપ્રદેશના 70 જિલ્લામાંથી 15,000 પોલીસને તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસો માટે આઠ-આઠ કલાકની શિફટ અને તેમના સ્વાસ્થ્યની દેખભાળ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.