લોગવિચાર :
પ્રવાસના શોખિનો આગામી 14 ડિસેમ્બરથી ભારતની સુપર લકઝરી ટ્રેન ગોલ્ડન ચેરિયેટની શાહી સવારીનો આનંદ ઉઠાવી શકશે. આ ટ્રેન રેલવેની હાલતી-ચાલતી સેવન સ્ટાર હોટેલની સુવિધાથી ભરપુર હશે. એક ટ્રેનને કર્ણાટકનું ગૌરવ અને બીજીને દક્ષિણનું રત્ન નામ અપાયું છે.
આ ટ્રેન અનેક સુવિધાઓથી સજજ હશે. સફર દરમિયાન દેશી અને વિદેશી પર્યટકો દેશભરના મશહુર સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ લઈ શકશે. આ ઉપરાંત ચાલતી ટ્રેનમાં સ્પા અને અન્ય સુવિધાઓ પણ પર્યટકોને આકર્ષિત કરશે.
આ ટ્રેનમાં 13 ડબલ બેડ કેબિન, 26 ટવીન બેડ કેબીન અને દિવ્યાંગ મહેમાનો માટે 1 કેબિન છે. 40 કેબીન વાળી આ શાહી ટ્રેનમાં 80 યાત્રી સફર કરી શકે છે. બધી કેબીનો વાઈ-ફાઈથી સજજ હશે.