લોગવિચાર :
અભિનેત્રી અનન્યા પાંડેની વેબ સીરીઝ ‘કોલ મી બે’ની પ્રથમ સીઝન લોકોએ ખૂબ પસંદ કરી હતી. અભિનેત્રી તેની પ્રથમ સિઝનથી જ લોકપ્રિય બની હતી અને તેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો.
‘કોલ મી બે’ ની પ્રથમ સિઝન પ્રેક્ષકોના મનમાંથી હજી ગઈ નથી ત્યાં અનન્યા પાંડેએ તેની વેબ સિરીઝની બીજી સિઝનની જાહેરાત કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતાં. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
જેમાં ’કોલ મી બે’ના તમામ પાત્રોની ઝલક જોવા મળે છે. તેને કેપ્શનમાં લખ્યું છે કે, ’અમારો દિવસ આનાથી વધુ સારો ન થઈ શકે. બૈલા બીજી સિઝનમાં પણ પોતાનો જાદુ ચલાવવા માટે આવી રહી છે.સિઝન 2 બનાવવામાં આવી રહી છે.
વેબ સિરીઝના નિર્માતા કરણ જોહરે અનન્યા પાંડેના ‘બૈલા’ને ’પૂ’નું નવું વર્ઝન ગણાવ્યું હતું . કરણના મતે જો પૂજા અને રોહનને ફિલ્મમાં દીકરી હોત તો તે બૈલા જેવી હોત.
કરણે જણાવ્યું કે તે આ સીરીઝની બીજી સીઝન પર કામ કરી રહ્યાં છે. તેને કહ્યું કે, પ્રથમ સીઝન અમારા માટે એક મોટો બદલાવ હતી અને સમગ્ર વિશ્વનાં દર્શકો તરફથી અમને જે પ્રેમ અને પ્રશંસા મળી છે તેનાં માટે અમે આભારી છીએ.
અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર લખ્યું :
’અમારો દિવસ આનાથી વધુ સારો ન થઈ શકે. બૈલા બીજી સિઝનમાં પણ પોતાનો જાદુ ચલાવવા આવી રહી છે.