બાળકોની ધમાલથી ગુંજતી શેરીઓ, મહોલ્લા 'આજે ઉજ્જડ લાગે છે'!!

લોગ વિચાર.કોમ

આજથી બે દશકા પહેલા જયારે મોબાઇલનું ચલણ બહુ નહોતુ ત્‍યારે વેકેશનમાં બાળકો પોતાના ઘરની શેરીમાં અથવા આસપાસના મેદાનમાં કબ્‍બડી, થપ્‍પો, ક્રિકેટ, ફુટબોલ, ગીલીડંડા, કેરમ, ચેસ, સાપસીડી કે ઇસ્‍ટો જેવી રમતો રમતા બાળકોના કલરવથી શેરીઓ મહોલ્લા ગુંજી ઉઠતા હતા.

ઘણા બાળકો તો સાંજે ૬ થી ૮ અથવા ૯ વાગ્‍યા સુધી મિત્રો સાથે આવી રમતોમાં મશગુલ રહેતા હોય ત્‍યારે જમવાનો સમય પણ વિશરાય જતો હતો કયારેક તો રાત્રે ૯ વાગ્‍યે પરિવારના સભ્‍યોએ તેમના બાળકોને જમવા માટે બોલાવવા પડતા હતા. એટલા બાળકો મિત્રો સાથે વેકેશનની રજાઓમાં રમવા માટે મશગુલ રહેતા હતા.

પરંતુ હવે પરિસ્‍થિતિ સાવ પલટાઇ ગઇ છે. છેલ્લા ૧૦ વર્ષમાં ટેકનોલોજીનો વ્‍યાપ વધતો ગયો મોબાઇલમાં નવા-નવા ગેઇમના ફીચર્સ, ઇન્‍સ્‍ટાગ્રામ, વ્‍હોટસએપ, યુટયુબ, ફેસબુક જેવા અનેક ફીચર્સનો સોશ્‍યલ મીડીયામાં ભરપુર ઉપયોગ વધતા સ્‍કુલમાં અભ્‍યાસ કરતા ૧રથી ૧પ-૧૮ વર્ષના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ પણ મોબાઇલની ગેમ તેમજ સોશ્‍યલ મીડીયામાં ઓતપ્રોત થવા લાગ્‍યા છે. હાલના યુવાનો દરરોજ મીનીમમ ચાર થી પાંચ કલાક સોશ્‍યલ મીડીયા મોબાઇલમાં સમય વિતાવે છે અને હાલ વેકેશનમાંતો ૮ થી ૧૦ કલાક સુધી પણ મોબાઇલમાં ગેમ તેમજ ઇન્‍સ્‍ટાગ્રામ, ફેસબુક  પર સમય વિતાવે છે. તેવી અનેક વાલીઓની ફરિયાદો સંભળાય રહી છે.

આમ સોશ્‍યલ મીડીયાને કારણે બાળકો વેકેશનમાં ઘરઆંગણે શેરી મહોલ્લામાં રમાતી બાળ રમતો સાવ વિસરીજ ગયા છે. આવી રમતો વિસરાઇ જવાને કારણે વેકેશનમાં શેરી મહોલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ એક બીજાના પાકા મીત્રો કહેવાતા હવે સોશ્‍યલ મીડીયા મોબાઇલના કારણે યુવાનો વેકેશનની રજામાં પણ ઘરમાંજ સમય વિતાવતા હોવાથી વિદ્યાર્થીઓમાં હવે પહેલા જેવી પાકી મિત્રતા પણ જોવા મળતી નથી !!

માતાપિતાએ તેમના બાળકોનો સ્ક્રીન સમય ઘટાડવા માટે સતર્ક રહેવાની જરૂર

મોબાઇલ યુગના આગમનથી હવે દરેક બાળકોના હાથમાં મોબાઇલ અચુક જોવા મળે છે. એજયુકેશન અથવા ટેકનોલોજીની જાણકારી માટે મોબાઇલ જરૂરી પણ છે.ે તેમાં બેમત નથી પરંતુ બાળકો મોબાઇલનો ઉપયોગ સમયસર અમુક કલાક સુધી કરે ત જોવાની જવાબદારી પણ વાલીઓએ  નિભાવવી જોઇએ.

સતત મોબાઇલ રચ્‍યા પચ્‍યા રહેલા બાળકો શું જુએ છે કઇ કલીપનો વધુ ઉપયોગ  કરે છે. તે પણ સમયાંતરે ચકાસતું  રહેવું જોઇએ અમુક બાળકો સતત મોબાઇલમાં ગેમ રમત હોય ત્‍યારે જો તેમાં તે હારી જાય તો સ્‍ટ્રેસ અનુભવી લાગે છે. બાળકોના મોબાઇલમાં જો ગેમની એપ્‍લિકેશન હોય અથવા તેના જેવી અન્‍ય એપ્‍લીકેશન હોય તો તે ડીલીટ કરાવી દેવી જોઇએ અને બાળકોમાં મોબાઇલ જોવાજો અમુક સમય આપવો જોઇએ આમ બાળકો સતત મોબાઇલમાં રચ્‍યા પચ્‍યા રહેતા હોય તો વાલીઓએ સજાગ થઇ બાળકોના મોબાઇલના લગાવથી દુર કરવાની કોશિશ કરવી જોઇએ.

બાળકો વેકેશન દરમિયાન સાયકલ ચલાવવાનું સંપૂર્ણપણે ભૂલી ગયા છે.

એક સમયે વેકેશનમાં સાંજ પડે ને બાળકો પોતપોતાની નવી સાયકલો લઇને શેરીમાં એક છેડેથી બીજા છેડા સુધી સાયકલોની રેસ લગાવતા હતા મતલબ કે સાંજે એક થી બે કલાક દરરોજ સાંજે સાયકલની મોજ માણતા તે પણ હવે બાળકો વિસરી ગયા છે.

સાયકલની રેસ લગાવીને કોઇ જીતી જાય તો ફરી બધી સાયકલ સવારો સાથે ઉભા રહી વાતોના ગપાટા કરી પાંચ-દશ મીનીટ થાક ખાઇ ફરી સાયકલના રાઉન્‍ડ લેતા હતા આમ વેકેશનમાં દરરોજ સાંજે બાળકો જે સાયકલ ચલાવીને આનંદર લેતા હતા તે પણ હવે વિસરાય ગયો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ માં આવે કે તે પહેલાજ સ્‍કુટર પર સ્‍કુલે જતા થઇ ગયા જેથી સાયકલનો ક્રેઝ જે બાળકોમાં હતો તે હવે વિસરાઇ ગયો છે.