30 વર્ષ બાદ પુલવામામાં મંદિર ખુલ્યું

લોગ વિચાર :

જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં મુર્રાન સ્થિત માતાજીનું ‘બરાટી માએજ’ મંદિરનું 30થી વધારે વર્ષ બાદ નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો સહિત ભકતોએ મંગળવારે પુજા અર્ચના કરી હતી.

મુર્રાન ગામમાં આવેલું આ મંદિર ચારે તરફથી ચિનારના વૃક્ષોથી ઘેરાયેલું છે. સ્વચ્છ પાણીનું ઝરણુ પણ છે. કાશ્મીર ખીણમાં આતંકવાદે માથુ ઉંચકયા બાદ કાશ્મીરી પંડિતો દેશના અન્ય ભાગોમાં વસી જતા 30 વર્ષ અગાઉ આ મંદિરને બંધ કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોએ પણ મંદિરને પુન: સ્થાપિત કરવામાં મદદ કરી હતી. કાશ્મીરી પંડિત બોધરાજ ભટ્ટે કહ્યું હતું કે આ મંદિરમાં 50 વર્ષ બાદ યજ્ઞ કરવામાં આવ્યો છે.