વિશ્વની સૌથી મોટી ગણેશ મૂર્તિ આ સ્થાન પર સ્થિત છે

લોગવિચાર :

દેશમાં ગણપતિ ઉત્સવની ઉજવણી ધામધુમથી થઇ રહી છે. ભારત સિવાય પણ ઘણા દેશો છે જ્યાં ગણેશજીની પ્રતિમા છે પરંતૂ તમને જાણીને નવાઇ લાગશે કે, વિધ્નહર્તાની સૌથી મોટી મુર્તિ ભારતમાં નહી પરંતૂ થાઇલેન્ડમાં છે.  વિશ્વની સૌથી ઊંચી ગણેશ પ્રતિમા થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન (Khlong Khuean) શહેરમાં ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં સ્થાપિત કરવામાં આવી છે. 128 ફૂટ ઊંચા તાંબાના ગણેશ માત્ર તેની ઊંચાઈ માટે જ નહીં પરંતુ તેના મનમોહક દેખાવ માટે પણ જાણીતા છે. આ મુર્તિના એક હાથમાં ફણસ, બીજા હાથમાં કેળુ, ત્રીજા હાથમાં શેરડી અને ચોથા હાથમાં કેરી છે. મસ્તક પર કમળનું ફૂલ અને તેની વચ્ચે ઓમ અંકિત છે.