લોગ વિચાર :
કોવિડ સમયે ઓકસીજનની જે અછત સર્જાઇ હતી તેના કારણે ભારત અને દુનિયામાં લાખો લોકોના મૃત્યુ થયા હતા પરંતુ આજે કોવિડ ન હોવા છતાં પણ ઓકસીજનની અછતના કારણે દુનિયાભરમાં લાખો લોકોના જીવન પર જોખમ છે. તેઓ સનસનીખેજ રીપોર્ટ જાહેર થયો છે.
ખાસ કરીને મેડીકલ ઓકસીજન કે જે દર્દીનું જીવન બચાવી શકે છે. તેની અછતના કારણે અંદાજે દુનિયાભરના 60 ટકા લોકો મેડીકલ ઇમરજન્સી સમયે ગુણવતા ધરાવતુ તથા પોષાય શકે તેવા મેડીકલ ઓકસીજન મેળવી શકતા નથી.
આ અંગે હાલમાં જ પ્રસિધ્ધ થયેલા લાન્સેટના રીપોર્ટમાં જણાવાયું છે કે, ખાસ કરીને ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ મેડીકલ ઓકસીજનની મોટી અછત જોવા મળી રહી છે અને તેના માટે જંગી રકમ ખર્ચ કરવો પડી રહ્યો છે.
આ રીપોર્ટ જણાવે છે કે ભારતમાં જ આ મેડીકલ ઓકસીજનની માંગ રોજ 11,200 મેટ્રીક ટનના સૌથી વધુ કોવિડ કાળ દરમ્યાન નોંધાઇ હતી. જયારે ભારતમાં અંદાજે 36 લાખ લોકો કોવિડની અસર હેઠળ હતા અને તે સમયે ભારતની દૈનિક ઉત્પાદન ક્ષમતા 9446 મેટ્રીક ટન હતી.
જે સમયે પણ કોવિડની અસર હેઠળ લોકોને ઓકસીજન મળ્યું ન હતું. કોવિડ સિવાય પણ ઓકસીજનની સામાન્ય રીતે દરેક હોસ્પિટલોમાં જરૂર પડે છે અને ભારત સહિતના દેશોમાં નેશનલ ઓકસીજન ગ્રીડનો અભાવ છે. જેને કારણે પુરતુ ઓકસીજન ઉપલબ્ધ નહીં હોવાથી દર્દીઓના જીવન જોખમમાં મુકાઇ રહ્યા છે.