લોગવિચાર :
છત્તીસગઢમાં કોરિયા નામનો એક જિલ્લો છે. કોરિયા જિલ્લાના બદરિયા ગામમાં 49 વર્ષનાં પીલ્લીદેવી રહે છે. તેમનો દાવો છે કે તેમણે 38 વર્ષ માત્ર ચા પીને જ કાઢ્યા છે. વાત ટાઢા પહોરનું ગપ્પુ જેવી લાગે, પરંતુ ત્યાંના ડોક્ટરો પણ પિલ્લીદેવી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કહે છે.
પિલ્લીદેવીએ 11 વર્ષની ઉંમરે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી અન્ન-જળનો ત્યાગ કર્યો છે. તે સૂર્યાસ્ત પછી માત્ર એકવાર કાળી ચા પીએ છે. શરૂઆતમાં બિસ્કીટ કે બ્રેડ સાથે દૂધવાળી ચા પીતા હતાં, પરંતુ પછી તેમણે માત્ર એકવાર કાળી ચા જ પીવાનું શરૂ કર્યું છે.
પિલ્લીદેવીનું કહેવું છે કે, પોતે શિવભક્ત હોવાને કારણે આટલા વર્ષોથી અન્ન-જળ વિના રહી શકે છે.