આ વર્ષે શ્રાદ્ધ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે : પૂનમ તિથિનું શ્રાદ્ધ અમાસના દિવસે જ કરવું યોગ્ય ગણાશે

લોગવિચાર :

આ વર્ષે શ્રાદ્ધ પક્ષ ની શરૂઆત તારીખ 18 સપ્ટેમ્બર થી શરૂ થશે આ વર્ષે પૂનમના દિવસે એકમ તિથી નો ક્ષય છે આથી પૂનમના દિવસે એકમ તિથિ નુ શ્રાદ્ધ છે લોકો રિવાજ પ્રમાણે પૂનમ તિથિનો શ્રાદ્ધ પૂનમના દિવસે કરતા હોય છે પરંતુ આ વર્ષે 18 સપ્ટેમ્બર બુધવારે સવાર 8.04 કલાક સુધી જ પૂનમ તિથિ છે આથી પૂનમ તિથી નુ શ્રાદ્ધ નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે અમાસના દિવસે જ કરવું યોગ્ય ગણાશે.

તે ઉપરાંત જોઈએ તો શ્રાદ્ધ મા મૂળભૂત ગ્રંથો ના નિયમ પ્રમાણે ખાસ કરીને અપરાહન કાળ નો સમય લેવા મા આવે છે એટલે કે આશરે બપોરે બે થી ચાર કલાક વચ્ચે સમય અપરાહન કાળ નો હોય છે આથી ખાસ કરીને આ સમયે જે તિથી હોય તે તિથી શ્રાદ્ધ ની ગણવામા આવે છે આમ આના કારણે શ્રાદ્ધ મા ઘણીવાર તીથી આગળ પાછળ હોય છે
(1) ભાદરવા શુદ પૂનમ બુધવાર તા 18.9.24 એકમ તિથિ નુ શ્રાદ્ધ
(2)ભાદરવા વદ બીજ ગુરુવાર તા 19.9.24 બીજ તિથિ નું શ્રાદ્ધ
(3)ભાદરવા વદ ત્રીજ શુક્રવાર તા 20.9.24 ત્રીજ તિથિ નુ શ્રાદ્ધ
(4)ભાદરવા વદ ચોથ શનીવાર તા 21.9.24 ચોથ તીથી નુ શ્રાદ્ધ ભરણી નક્ષત્ર શ્રાદ્ધ
(5)ભાદરવા વદ પાંચમ રવિવાર તા 22.9.24 પાંચમ તિથી નું તથા છઠ્ઠ તિથિ નું શ્રાદ્ધ
(6)ભાદરવા વદ છઠ્ઠ સોમવાર તા 23.9.24 સાતમ તીથી નુ શ્રાદ્ધ
(7)ભાદરવા વદ સાતમ મંગળવાર તા 24.9.24 આઠમ તિથિ નુ શ્રાદ્ધ
(8) ભાદરવા વદ આઠમ  બુધવાર તા 25.9.24 નોમ તિથિ નુ શ્રાદ્ધ સૌભાગ્યવતી નુ શ્રાદ્ધ
(9) ભાદરવા વદ નોમ ગુરુવાર તા 26.9.24 દશમ તિથિ નુ શ્રાદ્ધ..
(10) ભાદરવા વદ દસમ શુક્રવાર તા 27.9.24 એકાદશી તિથિ નુ શ્રાદ્ધ
(11) ભાદરવા વદ અગિયારશ શનીવાર તા 28.9.24 ઇન્દિરા એકાદશી આ દિવસે શ્રાદ્ધ નથી
(12)ભાદરવા વદ બારસ રવિવાર..તા 29.9 .24 બરસ તીથી નુ શ્રાદ્ધ
(13) ભાદરવા વદ તેરસ સોંમવાર તા.30.9.24 તેરસ તીથી નુ શ્રાદ્ધ
(14) ભાદરવા વદ ચૌદસ મંગળવાર તા.1.10.24 ચૌદસ તીથીનું શ્રાદ્ધ તથા અસ્ત્ર-શસ્ત્રથી અકસ્માતથી મૃત્યુ પામેલાનુ શ્રાદ્ધ
(15)ભાદરવા વદ અમાસ બુધવાર..તા 2.10,24 અમાસ તિથિ નુ શ્રાદ્ધ પૂનમ તીથી નુ શ્રાદ્ધ ..જેની તિથિ નો ખબર હોય તેનુ શ્રાદ્ધ

આ વિગત એકદમ ચોકસાઈ પૂર્વક તથા પંચાંગ ના નિયમ પ્રમાણે તૈયાર કરેલ છે  તારીખ સામે શ્રાધ લખેલું હોય તે પ્રમાણે કરવું આ વર્ષે નિયમ પ્રમાણે પૂનમ તિથિ નું શ્રાદ્ધ અમાસના દિવસે કરવાનુ છે નિયમ પ્રમાણે પૂનમનું શ્રાદ્ધ અમાસના દિવસે થાય છે એક કહેવત પ્રમાણે શ્રાદ્ધ ઘટે તે સારું ગણાય છે આ વર્ષે એકમ તિથિનો ક્ષય છે આથી શ્રાદ્ધ ઘટે છે એટલે સારું ગણાય.